MANTAVYA Vishesh/ તુર્કીએ પાક.ને કરેલી મદદઃ કુપાત્રને દાનનું ઉત્તમ ઉદાહરણ

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં પાક.ની જોડે ઊભો રહેલો દેશ હોય તો તે તુર્કી હતો અને તુર્કી ફક્ત તેને સમર્થન આપીને જ રહ્યું ન હતુ, પણ તેણે તેનું લશ્કરી જહાજ અને ડ્રોન પણ પાકિસ્તાનને પૂરા પાડ્યા હતા. હવે આ જ તુર્કીમાં બે વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો ત્યારે ભારત તેની મદદ માટે દોડી ગયું હતું.

Mantavya Vishesh

આપણે ત્યાં પહેલા વિદ્યા ગમે તેને અપાતી ન હતી, પરંતુ તેની પાત્રતા જોઈને અપાતી હતી. આવું જ મદદનું છે. મદદ પણ કરવામાં કોઈને વાંધો નથી, પણ જો પાત્રતા જોઈને મદદ કરવામાં આવી ન હોય તો તેનું શું પરિણામ આવે તે આપણને તાજેતરમાં જ જોવા મળ્યું. કોઈ દેશ કેટલી નીચી પાયરીએ ઉતરી જાય તેનું ઉદાહરણ તાજેતરમાં ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં જોવા મળ્યું.

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં પાક.ની જોડે ઊભો રહેલો દેશ હોય તો તે તુર્કી હતો અને તુર્કી ફક્ત તેને સમર્થન આપીને જ રહ્યું ન હતુ, પણ તેણે તેનું લશ્કરી જહાજ અને ડ્રોન પણ પાકિસ્તાનને પૂરા પાડ્યા હતા. હવે આ જ તુર્કીમાં બે વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો ત્યારે ભારત તેની મદદ માટે દોડી ગયું હતું.  ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો તે ન્યાયે ભારતે તુર્કીને ટનબધી ખાદ્યસામગ્રી અને દવા અને સહાય મોકલીને મદદ કરી હતી. આજે પણ બીજાને મદદ કરવા દોડી ગયેલા આ દેશમાં 80 કરોડ લોકો મફતના સરકારી અનાજ પર જીવે છે, જેની ગુણવત્તા રસ્તા પર ફરતા કૂતરા પણ ન ખઈ શકે તેવી છે. આમ આ 80 કરોડ લોકોના મોઢાનો કોળિયો છીનવીને તુર્કીને બચાવી ભારતે શું મેળવ્યું તે મોટો સવાલ છે.

તુર્કી ઇસ્લામિક દેશ છે, મધ્યપૂર્વના આરબો આખા તુર્કીને ખરીદી શકે તેટલી સંપત્તિ ધરાવે છે તો પછી ભારતને શું પડી હતી કે તે તુર્કીની મદદ દોડી ગયું. જો ભારતને તુર્કીની બહુ ચિંતા થતી હોય તો આરબ દેશો સમક્ષ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેને તુર્કીને મદદ કરવાની ફરજ પાડી શકત. દર વખતે પોતે વહેલા કૂદકા મારતા દોડી જવાની ક્યાં જરૂર હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આ સમૃદ્ધ આરબ દેશો નથી પેલેસ્ટાઇનને મદદ કરતા, નથી આ રીતે તુર્કી જેવા દેશમાં આવેલા ભૂકંપ વખતે તેને મદદ કરતા. તેનું કારણ એ છે તુર્કી યુરોપીયન યુનિયનમાં હોવાથી આરબો તો તેને સાચા મુસલમાન પણ ગણવા તૈયાર નથી. હવે જો આરબ દેશોને તુર્કીની આટલી પડી ન હોય તો ભારતે શી ખાંડ ખાધી હતી કે તે તેને આટલી મદદ કરી. આમ જે લોકો મદદ કરવામાં પણ આરબ તરીકેની જાતને જોતાં હોય તો ભારત દરેક દેશને મદદ કરવાનો ઝંડો લઈને કેમ ફરે છે. વળી તુર્કી તો યુરોપનો દેશ છે. તે સમૃદ્ધ છે અને પોતાની જાતે બેઠું થઈ શકે છે.

આના બદલે કોઈ ગરીબ આફ્રિકન દેશને મદદ કરી હોત તો તેનામાં કમસેકમ એટલી તો શરમ હોત કે તે ભારતની સામે ના ઊભું રહે. હજી ફ્રાન્સ જેવા દેશને મદદ કરી હોત તો કંઇક લેખે લાગત, કારણ કે તેની પાસેથી આપણે રફાલ જેવા પ્લેન અને ટેકનોલોજી લેવાની છે, ત્યાં આ મદદ વ્યૂહાત્મક રોકાણ કહી શકાય. તુર્કી પાસેથી ભારતે શું લેવાનું છે.

તુર્કીમાં આવેલા આ ભૂકંપમાં 52 હજારથી પણ વધુ લોકો માર્યા ગયા હતા. હવે આ કુપાત્રને મદદ કરી તેનું પરિણામ જુઓ. આ તુર્કીએ પાકિસ્તાનને ભારત સામે લડવા શસ્ત્રો પૂરા પાડ્યા.

હવે તુર્કીએ તો ભારત પાસે કંઈ મદદ માંગી ન હતી, તો ભારતે ત્યાં સુધી લાંબા થવાની શી જરૂર. આ ઉપરાંત તુર્કી યુરોપીયન યુનિયનનું સભ્ય છે. એટલે તેની બાજુમાં જ એટલા દેશો છે જે તેને મદદ કરી શકે તેવા છે તો તે દેશો તેને મદદ કરત. તેથી તુર્કી જેવા દેશને મદદ કરી તેના બદલામાં ભારતની અંદર જ વસતા કેટલાય ગરીબોને વર્ષો સુધી વિના મૂલ્યે અનાજ પૂરુ પાડવામાં આવી શક્યું હોત. એક તો ઘરઆંગણાના લોકોની મહેનતના રૂપિયાથી એવા દેશને જીવાડવાનો શું ફાયદો જે હંમેશા ભારતની સામે જ ઊભો રહેતો હોય.

તુર્કીને આ પ્રકારે કરવામાં આવતી મદદ શું કોઈ વ્યૂહાત્મક ગણતરી હતી. તુર્કી ભારત સાથેના હિતોમાં પણ ક્યાંય બેસતું નથી. અમેરિકાએ યુક્રેનને મદદ કરી અને હવે તેના બદલામાં તેની ખનીજ સંપત્તિ પર અધિકાર માંગ્યો, શું તેવા કોઈપણ અધિકાર ભારતે તુર્કીની જમીન પર કે તેની ખનીજ સંપત્તિ પર માંગ્યા છે તે વિચારવા લાયક વાત છે. નેકી કર ઔર દરિયામાં ડાલ તે કહેવત વ્યક્તિગત ધોરણે સાચી છે, પરંતુ જો કોઈ દેશ તમારી નેકીને દરિયામાં પધરાવી દેતો હોય તો પછી તે દેશ તેના પાપે દરિયાભેગો થતો હોય તો તેને થવા દેવો જોઈએ. હવે જે લોકો નિર્લજજતા અને આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ માનતા હોય તેવા દેશોને મદદ કયા પ્રકારની માનવતાના ગુણગાન આપણે ગાવાના છે. આવી મદદ દ્વારા કયા પ્રકારના રાજકીય હિતો સાધી શકાય છે તે સમજની બહાર છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મદદ જેવું કશું હોતું નથી, બધુ વ્યૂહાત્મક હોય છે. અમેરિકા યુક્રેનને મદદ કરે છે તો તેના બદલામાં રીતસરના તેના ખનીજ સંસાધનો પર અધિકાર મેળવતુ ડીલ કર્યુ છે. ભારતે હવે તુર્કીને મદદ કરી તો કમસેકમ તેનું બિલ મોકલવાની તસ્દી લેવી જોઈએ, જેથી ભવિષ્યમાં તેને ખબર પડે. જો તે પાકિસ્તાનને મદદ કરવા એમને એમ ઉતરી શકતું હોય તો પછી આપણે પણ તેની શરમ ભર્યા વગર તેને કરેલી મદદનું બિલ મોકલીને તેનું પેમેન્ટ માંગવું જોઈએ અથવા તો ત્યાંના બદલામાં તેના સંસાધનો પર અમેરિકાની જેમ જ અધિકાર માંગવો જોઈએ. તુર્કી આમ પણ ભૂકંપના બેલ્ટ પર આવેલું છે એટલે ત્યાં અવારનવાર વિનાશક ભૂકંપો આવવાના જ છે. ભારતે ભૂતકાળમાંથી બોધપાઠ લઈને હરખપદુડા થઈને દોડી ન જવું જોઈએ. ભારત સામેના યુદ્ધમાં પાકે. તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો તે યાદ રાખવું જોઈએ.

તુર્કીના આ વલણના લીધે કેટલાય ભારતીયો પ્રતિજ્ઞા લેવા માંડ્યા છે કે તેઓ ક્યારેય ત્યાં નહી જાય, ભારતીય ટ્રાવેલ કંપનીઓએ પણ તેનો બોયકોટ કરવા માંડ્યો છે. ભારતીયોએ પણ તે યાદ રાખવું જોઈએ કે તુર્કીના આ પ્રકારના વલણનો જવાબ આપવાની જવાબદારી ફક્ત ભારત સરકાર પૂરતી જ સીમિત ન રહેવી જોઈએ, આ જવાબદારી દરેક ભારતીયની અને દરેક ભારતીયે શક્ય તેટલો તેની ક્ષમતામાં આવે તે રીતે જવાબ આપવો તેની રાષ્ટ્રીય ફરજ છે. તેમા પણ વિદેશી કલાકારોના નામે તક આપતા બોલિવૂડને તો આ બાબત ખાસ લાગુ પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી