MANTAVYA Vishesh/ દેશવાસીઓ રોજ પીવે છે કે 51 કરોડ લિટર નકલી દૂધ !

દેશમાં ડેરી ઉત્પાદન ક્ષેત્રમાં જબરદસ્ત ‘ચમત્કાર’ સર્જાયો છે. દેશમાં રોજ 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે.  તેની સામે રોજ 65 કરોડ લિટરનું દૂધ અને દૂધની બનાવટો વેચાય છે. છે ને મોટો ચમત્કાર…. દેશમાં રોજ દૂધના ઉત્પાદન કરતાં લગભગ પાંચ ગણું દૂધ અને તેની બનાવટો વેચવામાં આવે છે.

Mantavya Vishesh

દેશમાં ડેરી ઉત્પાદન ક્ષેત્રમાં જબરદસ્ત ‘ચમત્કાર’ સર્જાયો છે. દેશમાં રોજ 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે.  તેની સામે રોજ 65 કરોડ લિટરનું દૂધ અને દૂધની બનાવટો વેચાય છે. છે ને મોટો ચમત્કાર…. દેશમાં રોજ દૂધના ઉત્પાદન કરતાં લગભગ પાંચ ગણું દૂધ અને તેની બનાવટો વેચવામાં આવે છે. હવે કોઈને પણ થાય આ ચમત્કાર થાય છે કઈ રીતે. આ ચમત્કાર કર્યો છે કે દરરોજ 51 કરોડ લિટર જેટલું નકલી દૂધ વેચનારાઓએ. આમ દેશના નાગરિકો રોજ 51 કરોડ જેટલું નકલી દૂધ ગટગટાવી જાય છે અથવા તો તેની નકલી બનાવટોનો ઉપયોગ કરે છે.

આમ દેશમાં દૂધ અને દૂધની બનાવટોના ક્ષેત્રમાં મિલાવટ માફિયાનું રાજ્ય છે. આ મિલાવટ માફિયાઓ પ્રજાના આરોગ્યના ભોગે અબજોના અબજો રૂપિયા ઘરભેગા કરી રહ્યા છે અને અબજોપતિ બની રહ્યા છે. તેમને ફૂડ અને ખાદ્યાન્ન વિભાગના ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, ભ્રષ્ટ તંત્ર અને પૂરેપૂરું રાજકીય સમર્થન છે. આમ આખી સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. પ્રજા હેરાન થાય કે પ્રજાનું આરોગ્ય કથળે તેની તેમને કોઈ જ ચિંતા નથી.

હવે આ બધામાંથી ગુજરાત પણ અછૂતું નથી. કદાચ ગુજરાત તો તેમાં શિરમોર હોઈ શકે છે. આજે ગુજરાતમાં દૂધમાંથી ફેટ કાઢી લેવામાં આવે તેના પછી પણ દૂધ એકદમ ગાઢ કે ફેટવાળુ કેવી રીતે રહે છે તેવો સવાલ બહુ ઓછા લોકોને આવે છે.  દૂધમાંથી ફેટ કાઢી લીધા પછી પણ દૂધને આ રીતે ફેટવાળુ રાખવા માટે ફર્ટિલિટી હાઇડ્રોકેમિકલ્સ નાખવામાં આવે છે. આમ દૂધમાં હાઇડ્રોકેમિકલ્સ નાખીને દૂધનું ફેટ વધારવામાં આવે છે. કોથળીઓમાં પેકિંગ થયેલા દૂધમાં ફેટનું પ્રમાણ જાળવવા તેમા હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ ઉપયોગમાં લેવાય છે. તેના પછી આ રીતે કેમિકલ્સથી વધારેલા ફેટવાળું દૂધ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને છેક દિલ્હી સુધી વેચવામાં આવે છે. આ માટે રાજ્યની બધી મોટી ડેરીઓમાં રોજ કેમિકલ્સ ભરેલી ટ્રકોનો મોટો પુરવઠો રાત્રે ઉતરે છે.

ગુજરાતમાં દૂધમાંથી ફેટ બનાવવાનો આ ગેરકાયદે વેપાર મહિનાના 300થી 400 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. હવે વિચારો કે આ આંકડો વર્ષે રીતસર આરામથી ચાર હજાર કરોડ રૂપિયાને આંબે છે. આ પ્રકારનું કેમિકલ્સવાળુ દૂધ અને તેની બનાવટો જેમકે ઘી, માખણ વગેરે ઉપયોગમાં લેવામાં આવતા હાડકાને શરીરમાંથી કુદરતી રીતે મળતો માવો બંધ થઈ જાય છે. તેના પરિણામે હાડકા બરડ થવા લાગે છે. કોઈપણ સમજી શકે છે કે પુરવઠા કરતાં માંગ વધુ હોય અને તેમા પણ ચાર ગણી વધારે હોય તો કંઈ રાતોરાત પુરવઠો વધી જવાના નથી. રાતોરાત ઢોરો વધારે દૂધ આપતા થઈ જવાના નથી કે રાતોરાત પશુઓનો પુરવઠો પણ વધી જવાનો નથી.

આ સંજોગોમાં બજારમાં ઉત્પાદન કરતાં પાંચ ગણો વધુ પુરવઠો ખડકાય છે તે કેવી રીતે શક્ય બને છે. આ શક્ય બનાવે છે મિલાવટ માફિયા. આ મિલાવટ માફિયા દૂધ અને દૂધની બનાવટોની વધેલી માંગનો રીતસર મિલાવટ કરીને ફાયદો ઉઠાવે છે. તેથી આજે શહેરીજનો અને અર્ધશહેરી વિસ્તારોના લોકો કદાચ દૂધ તો નહીં પણ જે દૂધના બનાવટો પનીર, ઘી, ચીઝ કે માખણના સ્વરૂપમાં ઉપયોગમાં લેતા હશે તેમાં મિલાવટ 100 ટકા નહીં તો 30થી લઈને 50 ટકા સુધી હોવાની પૂરેપૂરી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢની સાવજ ડેરીમાં અડધું દૂધ જ બને છે અને મોટાભાગનું બનાવટી દૂધ અસલી દૂધ સાથે મિક્સ કરીને વેચવામાં આવે છે. તે સમયે સનસનાટી મચી ગઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે મારા આક્ષેપ પછી રીતસર મહારાષ્ટ્રમાંથી આવતો બનાવટી દૂધનો પુરવઠો ઘટી ગયો હતો. આમ ગોપાલ ઇટાલિયાએ મિલાવટની વાત કરીને રીતસર દુઃખતી રગ પર હાથ મૂક્યો હતો, પરંતુ આજે તે હકીકત છે.

આજે ગુજરાતના દરેક નાના શહેરોમાં બનાવવામાં આવતી મીઠાઈ, દૂધમાંથી બનતી મીઠાઈઓ મહદઅંશે રાસાયણિક દૂધ અને નકલી માવાઓની બનેલી છે. તેથી હવે જો તમે બહારની મીઠાઈ કે માવો આરોગતા હોવ તો સો વખત વિચાર કરજો, તે નકલી હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ તો શરીરની પ્રતિકાર પ્રણાલિ છે જે તમારા આરોગ્યને ટકાવી રાખે છે, પણ જો તમારી પ્રતિકારક ક્ષમતા નબળી પડી તો આ બનાવટી તત્વો આખી તમારી શારીરિક પ્રણાલિને ખોરવી નાખશે.

ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત છે. જવાબદારો માટે તંત્ર કોઈ પગલાં લેતું નથી. તેના કારણે રીતસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કૌભાંડીઓ સાથે જાણે કોઈ મિલાવટ થઈ હોય તેવી ‘બૂ’ આવે છે. ગુજરાતમાં ફેટ બનાવવા, ઘી બનાવવા, માવો બનાવવા, પનીર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોનો કારોબાર જબરદસ્ત ફૂલ્યોફાલ્યો છે. આવું કેમિકલ બનાવનારાઓ રીતસર ધીકતી કમાણી કરીને કરોડો રૂપિયા લોકોના આરોગ્યના ભોગે ઉસેટી રહ્યા છે.

આ વાત ફક્ત દૂધના બનાવટોએ જ મર્યાદિત રહી જતી નથી. આ આખી મિલાવટ માફિયાની ચેઇન દૂધ,દહી, છાશ, ઘી, પનીર સુધી જ મર્યાદિત નથી. તેનાથી પણ આગળ વધીને મીઠાઈઓ, આઇસક્રીમ, લસ્સી, મિક્સ બરફી સહિતના અનેક ખાદ્ય ઉત્પાદનો સુધી લંબાઈ છે. આના માટે તેઓ ફેટ પ્રોસેસિંગ વનસ્પતિ તેલ અને ઘીનો પુરવઠો પૂરો પાડે છે. આમ ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથેના ખેલની રમત પૂરેપૂરી ગોઠવાઈ ગઈ છે. તેમા દૂધ ઉત્પાદન કરતી ડેરીઓથી લઈને દૂધનું સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ અને આઇસક્રીમ બનાવતી કંપનીઓની પૂરેપૂરી સંડોવણી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર