- આજથી કાતિલ ઠંડીનો અંતિમ રાઉન્ડ
- આગામી ત્રણ દિવસે પડશે ભારે ઠંડી
- હવામાન વિભાગે કરી ઠંડીની આગાહી
- ઠંડી સાથે ભારે પવનો પણ ફૂંકાશે
- પવનનોને પગલે દરિયાકાંઠે એલર્ટ
- માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં વાદળનું પ્રમાણ વધતા ઠંડીનું જોર ઘટ્યું છે. પરંતુ વાદળ વિખેરાતા ઠંડીનું પ્રમાણ વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી અવરોધ)ની અસર તળે સૌરાષ્ટ્રમાં વાદળ છાયુ વાતાવરણ રહેતા શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થયો હતો.
રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ન્યુનત્તમ તાપમાન ૨૦ સે.એ પહોંચી ગયું હતું તો વેરાવળ, પોરબંદર, મહુવામાં ૨૧ સે.ને પાર થયું હતું. જુનાગઢ કેશોદમાં ૧૮ સે તો કચ્છમાં પણ ઠંડી ઘટી જતા નલિયા ૧૪ અને ભૂજમાં ૧૭ સે.તાપમાન અને બપોરનું તાપમાન તો વધીને ૩૪થી ૩૫ સે.સુધી પહોંચી જતા દિવસના સમયે લોકોએ ગરમ વસ્ત્રો દૂર કરીને પંખા ચાલુ કરવા પડયા હતા.
વાદળોની અસર તળે તાપમાનનો પારો ઉંચકાયો છે પરંતુ, બે-ત્રણ દિવસમાં તે વિખેરાયા બાદ ઠંડીની શક્યતા છે. તો હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ 4 દિવસ ફરી થી કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની સાથે જોરદાર પવન પણ ફૂંકવાની ભીતિ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા દરિયા ખેડુંને દરિયામાં નાં જવાની સલાહ પણ આપવામાં આવીછે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
