ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યમાં 9.0 ડીગ્રી સાથે ગાંધી નગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જો કે હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ છે. અને આગામી બે૦એક દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદની પણ સંભાવના છે તેને જોતા ગુજરાત માં પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં લઘુત્તમ 11.0 ડિગ્રી તાપમાન નોધાયું હતું. વડોદરામાં 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નલિયામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નોધાયું હતું.
બે દિવસ ઠંડીમાં આંશિક રાહતનાં સંકેત જોવા મળી રહ્યા છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરુ થશે.
કૃષિ આંદોલન / બિડેન વહીવટી તંત્રએ એફ -16 ઇએક્સ વિમાન ભારતને આપવા માટે મંજૂરી….
કૃષિ આંદોલન / ગાઝીપુર બોર્ડર પર ચુસ્ત નાકા બંધી, એક્સપ્રેસ વેના સર્વિસ રોડ ઉપર….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…