Rajasthan/ લાંચ લેવાની આરોપી SDM પિંકી મીણાએ લગ્ન કાર્ડ પર લખ્યો આવો સંદેશ, થયો વાયરલ

10 લાખની લાંચ લેવાનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવેલી આર.એ.એસ. પિંકી મીણા ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તે તેના લગ્નકાર્ડને લઇને ચર્ચમાં છે. પિંકી 16 ફેબ્રુઆરીના દિવસે રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસ ઓફિસર નરેન્દ્ર સાથે સાત ફેરા લેશે.

India
a 195 લાંચ લેવાની આરોપી SDM પિંકી મીણાએ લગ્ન કાર્ડ પર લખ્યો આવો સંદેશ, થયો વાયરલ

10 લાખની લાંચ લેવાનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવેલી આર.એ.એસ. પિંકી મીણા ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તે તેના લગ્નકાર્ડને લઇને ચર્ચમાં છે. પિંકી 16 ફેબ્રુઆરીના દિવસે રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસ ઓફિસર નરેન્દ્ર સાથે સાત ફેરા લેશે. લાંચ લેવા બદલ ખુદ પિંકીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેના લગ્નના કાર્ડથી સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે.

 લાંચ લેતા આરોપી એસડીએમ મેડમે લગ્નના કાર્ડમાં આવનાર લોકોને કોરોના માર્ગદર્શિકા અને માસ્ક લગાવવાની અપીલ કરી છે. તેણે કાર્ડમાં લખ્યું છે કે ‘2 ગજ ની દૂરી માસ્ક છે જરૂરી’. લગ્નોમાં, હંમેશાં એવું જોવા મળે છે કે લોકો ઓછું જમે છે અને વધુ જમવાનું બગાડે છે. પિંકીએ કાર્ડમાં લખ્યું છે કે તેના લગ્નમાં  લખાવ્યું છે જમવાનું બગડવું ન જોઈએ, ‘એટલું જ થાળીમાં લો વ્યર્થ ના થઇ જાય, ન ગટરમાં જાય’.

પિંકી જયપુરના ચિથવાડી ગામની રહેવાસી છે. એસ.ડી.એમ. તરીકેની તેની પ્રથમ પોસ્ટિંગ દૌસા જિલ્લાના બાંદિકુઇમાં હતી, અને આ પોસ્ટિંગ દરમિયાન, એસીબીએ એસડીએમ પિંકી મીણાની ધરપકડ કરી હતી, જેમાં દિલ્હી મુંબઇ હાઇવે બનાવતી કંપની પાસેથી 10 લાખની લાંચ લેવાની ફરિયાદ લેવામાં આવી હતી. પિંકીની 13 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પિંકીને હાઇકોર્ટથી લગ્ન માટે 10 દિવસના વચગાળાના જામીન મળી ગયા છે. 21 ફેબ્રુઆરીએ જામીન અવધિ પૂરી થયા પછી પિંકીએ ફરી સરેન્ડર કરવું પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ