Not Set/ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર શુ કર્યા પ્રહાર જાણો..

પત્રકારોને સત્ય લખવાની આઝાદી નથી, સત્ય બતાવવાની ટીવી ચેનલોને  સાથે લેખકો અને વિચારકોને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા નથી

Top Stories

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોમવારે લોકોને દેશની આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે સ્વતંત્રતાના અર્થ વિશે આત્મનિરીક્ષણ કરવા હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે મૂળભૂત અધિકારો અને બંધારણને કચડી નાખવામાં આવે છે ત્યારે ચૂપ રહેવું એ પાપ છે.તેમણે કહ્યું કે દેશની લોકશાહીને યોગ્ય સ્થિતિમાં પરત લાવવાની જરૂર છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત સોનિયા ગાંધીના લેખને ટાંકીને કહ્યું હતું કે, જ્યારે આપણા બંધારણ નિર્માતાઓ દ્વારા સુનિશ્ચિત કરાયેલા લોકોના મૂળભૂત અધિકારોને કચડી નાખવામાં આવે છે ત્યારે ચૂપ રહેવું એ પાપ છે.

તેમણે વધુમાં  કહ્યું કે આર્ટિકલમાં  અધ્યક્ષ સોનિયા ગાંધીએ  વાત કરી છે કે લોકો માટે સ્વતંત્રતાનો અર્થ શું છે, જ્યારે સરકાર સંસદ પર હુમલો કરે છે અને પરંપરાઓને કચડી નાખે છે,ત્યારે  લોકશાહીને ગુલામ બનાવે છે અને બંધારણનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે  દેશના લોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે વિચારવાની જરૂર છે.કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે અત્યારે પત્રકારોને સત્ય લખવાની આઝાદી નથી, સત્ય બતાવવાની ટીવી ચેનલોને  સાથે લેખકો અને વિચારકોને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા નથી.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આજના સમયમાં સાંસદો પણ તેમના મંતવ્યો વ્યક્ત કરી શકતા નથી, ઓક્સિજનના અભાવથી પ્રભાવિત લોકોને વાણી સ્વાતંત્ર્ય નથી અને રાજ્યોને કેન્દ્ર પાસેથી તેમના અધિકારોની માંગ કરવાની સ્વતંત્રતા નથી.સોનિયા ગાંધીએ કહ્યું કે કોવિડ -19 અને જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારતનો પ્રતિભાવ વિશ્વ માટે નિર્ણાયક રહેશે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે સંસદના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્રમાં સાંસદોને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ ઉઠાવવાની તક મળી નથી