Bollywood/ ફિલ્મ નિર્માતા કબીરખાને મુઘલ શાસક વિશે શું કહ્યું….

કબીર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘આ પ્રકારની ફિલ્મો મને ખૂબ પરેશાન કરે છે કારણ કે આ તમામ લોકપ્રિય વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. મારું માનવું છે કે દરેક વ્યક્તિ કંઈપણ બતાવવા માટે અલગ અલગ દૃષ્ટિકોણ ધરાવી શકે છે

Entertainment
kabir ફિલ્મ નિર્માતા કબીરખાને મુઘલ શાસક વિશે શું કહ્યું....

ફિલ્મ નિર્માતા કબીર ખાને પોતાની કારકિર્દીની શરૂઆત 2006 માં જ્હોન અબ્રાહમની ફિલ્મ કાબુલ એક્સપ્રેસથી કરી હતી. ત્યારથી કબીર ખાને બજરંગી ભાઈજાન, એક થા ટાઇગર જેવી હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં, કબીર ખાને દેશમાં મુગલો પર થઈ રહેલી રાજનીતિ પર નિવેદન આપ્યું છે. કબીર ખાન માને છે કે મુઘલો મૂળ રાષ્ટ્રનિર્માકો હતા. જોકે, આ લાંબી ચર્ચાનો વિષય છે

પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને બાબર દ્વારા મુઘલ સામ્રાજ્ય (1526) ની સ્થાપના કરવામાં આવી હતી. મોટાભાગના મુઘલ શાસકો તુર્ક અને સુન્ની મુસ્લિમો હતા. બાબરની જગ્યાએ હુમાયુ આવ્યો. તેમની પાછળ અકબર, ત્યારબાદ તેમના પુત્ર જહાંગીર, પછી શાહજહાં અને પછી ઔરગંઝેબ આવ્યા. છેલ્લા મુઘલ શાસક બહાદુર શાહ ઝફર હતા. ઔરગંઝેબ ક્રૂર શાસક તરીકે ઓળખાય છે. સિંહાસન મેળવવા માટે તેણે તેના પિતા શાહજહાંને કેદ કર્યા. ઇતિહાસકારોનું કહેવું છે કે ઔરગંઝેબ તેના શાસન દરમિયાન ભારતના લોકો પર સૌથી ઘાતકી અત્યાચાર કર્યો હતો. બીજી બાજુ, મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના હિન્દુસ્તાન પ્રત્યેના પ્રેમને કોણ નથી જાણતું.

કબીર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘આ પ્રકારની ફિલ્મો મને ખૂબ પરેશાન કરે છે કારણ કે આ તમામ લોકપ્રિય વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. મારું માનવું છે કે દરેક વ્યક્તિ કંઈપણ બતાવવા માટે અલગ અલગ દૃષ્ટિકોણ ધરાવી શકે છે, પરંતુ જ્યારે તમે મોગલોને ખોટું બતાવવા માંગતા હો, તો તેમને કહો કે તેઓ કેવી રીતે ખોટા હતા.

કબીર ખાને આગળ કહ્યું, જો તમે ઇતિહાસ વાંચ્યો હોય તો તે સમજવું મુશ્કેલ બનશે કે તેમને વિલન તરીકે કેમ બતાવવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે તેઓ (મોગલ) લોકો વાસ્તવિક રાષ્ટ્ર નિર્માતા હતા અને કયા આધારે તેઓને હત્યારા તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. આ અંગે ખુલ્લી ચર્ચા થવી જોઈએ

કબીર ખાને આગળ કહ્યું, ‘હવે સૌથી સહેલો રસ્તો મુગલો અને મુસ્લિમ શાસકોને ખરાબ બતાવવાનો છે. આ બધું ખૂબ જ હેરાન કરનારું છે. જોકે આ મારા અંગત વિચારો છે અને હું બહુ મોટા સમુદાય માટે બોલી શકતો નથી, પણ હા હું ફિલ્મોમાં આવી બાબતોથી પરેશાન છું’ન્યૂયોર્ક’, ‘એક થા ટાઈગર’ અને ‘બજરંજી ભાઈજાન’ જેવી ફિલ્મો કરી ચૂકેલા કબીર ખાને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં તે રણવીર સિંહ સાથે 83 લાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.