Not Set/ વીતેલાં જમાનાની આ હોરર ફિલ્મોને જોઇને થઇ જશે તમારા રૂવાંડા ઉભા

મુંબઇ આજકાલ ફરી એકવાર હોરર ફિલ્મોનો જમાનો આવ્યો છે.પરી અને સ્ત્રી. પછી નેટફ્લિક્સએ તાજેતરમાં તેની હોરર મીની શ્રેણી ઘોલ લોન્ચ કરી છે. આ મીની-સિરિઝમાં મુખ્ય ભૂમિકામાં રાધિકા આપ્ટે અને માનવ કૌલે મુખ્ય ભૂમિકા ભજવી છે. હોરર ફિલ્મોના આ ભયાનક વાતાવરણ વચ્ચે અમે તમને જુના સમયની બિહામણી ફિલ્મોની સફરે લઇ જઇ રહ્યા છીએ.આ ફિલ્મોએ એ જમાનાના દર્શકોના […]

Trending Entertainment Videos
wwwwwww વીતેલાં જમાનાની આ હોરર ફિલ્મોને જોઇને થઇ જશે તમારા રૂવાંડા ઉભા

મુંબઇ

આજકાલ ફરી એકવાર હોરર ફિલ્મોનો જમાનો આવ્યો છે.પરી અને સ્ત્રી. પછી નેટફ્લિક્સએ તાજેતરમાં તેની હોરર મીની શ્રેણી ઘોલ લોન્ચ કરી છે. આ મીની-સિરિઝમાં મુખ્ય ભૂમિકામાં રાધિકા આપ્ટે અને માનવ કૌલે મુખ્ય ભૂમિકા ભજવી છે.

હોરર ફિલ્મોના આ ભયાનક વાતાવરણ વચ્ચે અમે તમને જુના સમયની બિહામણી ફિલ્મોની સફરે લઇ જઇ રહ્યા છીએ.આ ફિલ્મોએ એ જમાનાના દર્શકોના રૂવાંડા ઉભા કર્યા હતા.નવી જનરેશન પણ જુના સમયની આ હોરર ફિલ્મોની મજા માણી શકે તે માટે અમે અહીં આ મુવીની યાદી આપી છે..

મહલ (1949)

એવું કહેવાય છે કે 1949 માં રિલીઝ કરવામાં આવેલ મહલ ફિલ્મ બોલિવુડની પ્રથમ હોરર ફિલ્મ હતી. મધુબાલા અને અશોક કુમાર સ્ટારર આ ફિલ્મને લોકોએ ખુબ જ પસંદ કરી હતી. આજે પણ, તે હિન્દી સિનેમાની સૌથી ભયાનક હોરર ફિલ્મોમાંની એક છે.

https://youtu.be/4rci3rttF6Q

બીસ સાલ બાદ (1962)

આ ફિલ્મ, સર આર્થર કાનન ડાયલની વાર્તા ‘ધ હાઉડ ઓફ બાસ્કરવિલ’ 1962 માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મમાં વહીદા રહમાન, મદન પુરી અને બિસ્વજીત મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ માટે શિકેલ બદાંયુનીએ ગીત પણ લખ્યું  ‘કહીં દીપ જલે કહી દિલ’ આ સોંગ માટે લતા મંગેશકરને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

https://youtu.be/hzzLfS-EH5E

રાત (1992)

રામગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત  ફિલ્મ રાત  1992 માં આવી હતી. હવે તે એક એડલ્ટ ક્લાસિક તરીકે ગણવામાં આવે છે. ફિલ્મમાં, રેવતિ, અનંત નાગ અને ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં હતા.

https://youtu.be/kcJIlJar5xQ

પુરાની કબ્ર (1998)

હોરર ફિલ્મ પુરાની કબ્ર 1998 માં રજૂ કરવામાં આવી હતી. તે કે.આઇ. શેખે તેને દિગ્દર્શન કરી હતી. ફિલ્મમાં મોહન જોશી, હરીશ પટેલ, જેક ગોડ, જ્યોતિ રાણા અને કિરણ કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

https://youtu.be/9EJNzkc0Kzw

અંધેરા (1975)

1975 માં રિલીઝ થયેલ  હોરર ફિલ્મ અંધેરાનું  નિર્દેશન શ્યામ અને તુલસી રામસે દ્રારા કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં હોરર સીનોની સાથે સાથે  મ્યુઝિક પણ વખણાયું હતું.

https://youtu.be/no07LzXIzbo