Not Set/ આ બોલિવૂડ એક્ટર કરશે ભોજપુરી ફિલ્મમાં ડેબ્યુ, જાણો તેના રોલ વિશે

મુંબઈ અભિનેતા રાહુલ દેવ, જે બિગ બોસ -10 માં જોવા મળ્યા હતા. તે હવે ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળશે. તેઓ ફિલ્મ ‘દુલ્હન ચાહી પાકિસ્તાન સે -2’થી ભોજપુરી સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને તેઓ આ ફિલ્મમાં એક ખલનાયકના રોલમાં જોવા મળશે. નિર્માતા દિગ્દર્શક રાજકુમાર આર. પાંડેયના હોમ પ્રોડક્શનમાં બની આ ફિલ્મમાં હીરોના રોલમાં પ્રદીપ […]

Trending Entertainment
mmk આ બોલિવૂડ એક્ટર કરશે ભોજપુરી ફિલ્મમાં ડેબ્યુ, જાણો તેના રોલ વિશે

મુંબઈ

અભિનેતા રાહુલ દેવ, જે બિગ બોસ -10 માં જોવા મળ્યા હતા. તે હવે ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળશે. તેઓ ફિલ્મ ‘દુલ્હન ચાહી પાકિસ્તાન સે -2’થી ભોજપુરી સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને તેઓ આ ફિલ્મમાં એક ખલનાયકના રોલમાં જોવા મળશે.

rahul dve के लिए इमेज परिणाम

નિર્માતા દિગ્દર્શક રાજકુમાર આર. પાંડેયના હોમ પ્રોડક્શનમાં બની આ ફિલ્મમાં હીરોના રોલમાં પ્રદીપ પાંડેય ચિન્ટુ હશે. દિગ્દર્શક પાંડેએ જણાવ્યું હતું કે, રાહુલ દેવ એક પાકિસ્તાનીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ચિન્ટુના પ્રેમના વિરુધ છે. ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી રજૂ કરવામાં આવી નથી.

Instagram will load in the frontend.

આપને જાણવી દઈએ કે, રાહુલ દેવએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં તેઓ ખલનાયકના રોલમાં દેખાયા છે. હિન્દી સિવાય, તેમણે કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે સાથે સાથે તેમણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેઓ બિગ બોસ -10 નો ભાગ હતા. સલમાન ખાન સાથે, તેમણે ‘દસ’ અને ‘ક્યોંકિ’ જેવી ફિલ્મોમાં કામ સાથે કર્યું છે.

રાહુલ દેવએ પોતાની લવ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓ અભિનેત્રી અને મોડેલ મુગ્ઘા ગોડસે સાથે લિવ ઇનમાં રહે છે. રાહુલ દેવની પત્ની કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. 24 વર્ષની ઉંમરે, રાહુલએ રીના સાથે લગ્ન કર્યાં અને બંને એક પુત્ર સિદ્ધાંત પણ છે.