Not Set/ ગાંધીનગર/ કૃષિમંત્રી  આર.સી.ફળદૂએ કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી અંગે શું કહ્યું..?

CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ કૃષિ મંત્રી આર.સી.ફળદૂનું નિવેદન કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી પૂરજોશમાં 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ અપાયા  ગાંધીનગરમાં યોજાયેલી કેબિનટની બેઠકમાં ખેડૂતોના હિતમાં ચર્ચા કરવામાં આવી હતી. જે મુદ્દે કૃષિ મંત્રી આર.સી.ફળદૂએ  નિવેદન આપ્યુ હતું . તેમણે  ખેડૂતોને સહાય તેમજ મદદ વિષે કિસન ક્રેડીટ કાર્ડની કામગીરી […]

Uncategorized
lrd 5 ગાંધીનગર/ કૃષિમંત્રી  આર.સી.ફળદૂએ કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી અંગે શું કહ્યું..?
  • CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ
  • કૃષિ મંત્રી આર.સી.ફળદૂનું નિવેદન
  • કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા
  • કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી પૂરજોશમાં
  • 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ અપાયા 

ગાંધીનગરમાં યોજાયેલી કેબિનટની બેઠકમાં ખેડૂતોના હિતમાં ચર્ચા કરવામાં આવી હતી. જે મુદ્દે કૃષિ મંત્રી આર.સી.ફળદૂએ  નિવેદન આપ્યુ હતું . તેમણે  ખેડૂતોને સહાય તેમજ મદદ વિષે કિસન ક્રેડીટ કાર્ડની કામગીરી અંગે માહિતી આપી હતી.

તેમણે  કહ્યું હતું કે, જો કે ખેડૂતોની હાલત જોવા જઈએ તો જરાય સારી નથી. ડુંગળીના ભાવ ખેડૂતને રડાવી રહ્યા છે, તો વરસાદ, તીડ, જેવા મુદ્દે ખેડૂતને પાયમાલ કર્યો છે. ત્યારે ગુજરાતના કૃષિમંત્રી સબસલામતની વાતો કરીને ખેડૂતોને સહાય મળી રહી હોવાની વાત વાગોળી રહ્યા હતા. કિસાન કાર્ડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી 28 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે. અને 25 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઇ છે. સહાય ચૂકવણીમાં કોઈ જ ફરિયાદ આવી નથી.

આર.સી.ફળદુએ કહ્યું કે છેલ્લા દોઢ મહિનામાં 6700 કરોડની રકમ જમા થઈ છે. પાર્દર્શિતાથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે. કુલ 2.41 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઇ છે. અને જેને ભૂલ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમે હંમેશા ખેડૂતોની મદદ કરતા રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.