T20 World Cup/ પાકિસ્તાનની ભારત વિરુદ્ધ ICC વર્લ્ડકપમાં પહેલી જીત પર શું બોલ્યા PM ઈમરાન ખાન

ICC વર્લ્ડકપમાં પાકિસ્તાને પ્રથમ વખત ભારત સામે જીત મેળવી છે. ભારત સામેની ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ટીમનાં ખૂબ વખાણ કર્યા છે.

Sports
પાકિસ્તાન PM

રવિવારે ભારત સામે પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2021 માં જીત મેળવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શાહીન આફ્રિદીની ઘાતક બોલિંગ (31 માં 3 વિકેટ) બાદ 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (55 માં 79) અને કેપ્ટન બાબર આઝમ (52 માં 68) ની શાનદાર ઇનિંગનાં કારણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. ICC વર્લ્ડકપમાં પાકિસ્તાને પ્રથમ વખત ભારત સામે જીત મેળવી છે. ભારત સામેની ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ટીમનાં ખૂબ વખાણ કર્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન મેચ જીત્યુ પણ કોહલીએ લોકોનું દિલ જીત્યુ, મેચમાં બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC T20 વર્લ્ડકપની મેચ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. આ જીત પાકિસ્તાન માટે ઐતિહાસિક રહી હતી, કારણ કે પહેલી વખત કોઈ પણ વર્લ્ડકપમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વર્લ્ડકપ મેચ 1992 માં રમાઈ હતી અને ત્યારથી 2019 વચ્ચે, ભારતે પાકિસ્તાનને ODI વર્લ્ડકપમાં સાત વખત અને T20 વર્લ્ડકપમાં પાંચ વખત હરાવ્યું છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન આ જીતથી ખૂબ જ ખુશ છે, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નાં વડા રમીઝ રાજાએ પણ ટીમની પ્રશંસા કરી છે. ઈમરાન ખાને ભારત-પાકિસ્તાન મેચ જોતી વખતે પોતાની તસવીર ટ્વિટર પર શેર કરીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, ‘પાકિસ્તાન ટીમ અને ખાસ કરીને બાબર આઝમને અભિનંદન, જેણે આગળ રહીને શાનદાર નેતૃત્વ કર્યું. તેમજ મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. દેશને તમારા બધા પર ગર્વ છે. ઈમરાન સિવાય વિપક્ષી પાર્ટીનાં નેતાઓએ પણ પાકિસ્તાન ટીમનાં વખાણ કર્યા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) નાં બિલાવલ ભુટ્ટોએ ટ્વિટ કર્યું, ‘Congratulations.’ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ-એન (PMLN)નાં નેતા મરિયમ નવાઝે લખ્યું, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’.

આ પણ વાંચો – T20 World Cup / મેચનાં અંતે ધોની પાકિસ્તાની ખેલાડીઓને સમજાવતો જોવા મળ્યો, ICC એ શેર કર્યો Video

29 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ભારત સામે હારનો સિલસિલો તોડવામાં સફળ રહી છે. ભારતે દુબઈમાં આ મેચ પહેલા 1992 થી તમામ 12 મેચો (સાત ODI અને પાંચ T20I) જીતી હતી. વળી, પાકિસ્તાનની જીત પર, કેપ્ટન આઝમે કહ્યું કે છોકરાઓની મહેનતે આ ફળ આપ્યુ. અમે અમારી યોજનાને સારી રીતે અમલમાં મૂકી અને પ્રારંભિક વિકેટ લેવાનો ફાયદો મેળવ્યો. તેણે કહ્યું કે, શાહીને સારી બોલિંગ કરી, જેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો. જે બાદ સ્પિનરોએ પણ દબાણનો ફાયદો ઉઠાવ્યો હતો. રિઝવાન સાથેની ભાગીદારી અંગે પાકિસ્તાનનાં કેપ્ટને કહ્યું કે મારી યોજના ખૂબ જ સરળ હતી. અમે લાંબા સમય સુધી પીચ પર રહેવા માંગતા હતા.