Not Set/ જામનગર/ જમીન દલાલે એવું તો શું કહ્યું કે હત્યા કરી નાખી..?

જામનગરમાં જમીન મકાનની દલાલી કરનારને અન્ય જમીન મકાનના દલાલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. નવા વર્ષે જામનગરમાં ખુની ખેલ ખેલાયો હતો .  મિત્રના હાથે જ મિત્રની હત્યા કરવામાં આવી છે. સિટી બી ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા એક આધેડની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી […]

Gujarat Others

જામનગરમાં જમીન મકાનની દલાલી કરનારને અન્ય જમીન મકાનના દલાલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. નવા વર્ષે જામનગરમાં ખુની ખેલ ખેલાયો હતો .  મિત્રના હાથે જ મિત્રની હત્યા કરવામાં આવી છે.

સિટી બી ડીવીઝન વિસ્તાર હેઠળ આવતા ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા એક આધેડની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરાઈ હતી. નવા વર્ષે બનેલા આ હત્યાના ગુન્હાએ પોલીસને દોડતી કરી દીધી હતી.

જમીન દલાલ શંભુભાઈને પેટ તેમજ છાતીના ભાગે આડેધડ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દેતા શંભુભાઈનું મોત નીપજ્યુ હતુ. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે મુકેશ સામે હત્યાની કલમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.