Not Set/ 126 મુસાફરોને લઇને જતા વિમાનના પાયલોટને હાર્ટ એટેક આવ્યા બાદ શું બન્યું……

આ વિમાન એરલાઇન્સની ફ્લાઇટ મસ્કત થી ઢાકા જઇ રહી હતી. વિમાન ભારત ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાયલોટને હૃદયરોગનો હુમલો આવ્યો.

Top Stories
vimannnnnn 126 મુસાફરોને લઇને જતા વિમાનના પાયલોટને હાર્ટ એટેક આવ્યા બાદ શું બન્યું......

મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર પ્લેનના પાયલોટની તબિયત અચાનક બગડતાં તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ વિમાનમાં 126 મુસાફરો સવાર હતા. મુસાફરોને લઈ જતું વિમાન બાંગ્લાદેશનું હતું.126 મુસાફરોને લઈ જઈ રહેલા પ્લેનના પાયલોટને અચાનક હાર્ટ એટેક આવ્યો. બાંગ્લાદેશના વિમાને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કયું જેના લીધે  તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ વિમાન એરલાઇન્સની ફ્લાઇટ મસ્કત થી ઢાકા જઇ રહી હતી. વિમાન ભારત ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાયલોટને હૃદયરોગનો હુમલો આવ્યો. આ સમય દરમિયાન વિમાન રાયપુર નજીક હતું અને તેણે ઇમર્જન્સી લેન્ડિંગ માટે કોલકાતા એટીસીનો સંપર્ક કર્યો હતો.કોલકાતા એટીસીએ વિમાનને નાગપુર ખાતે ઉતરવાનું કહ્યું, જે સૌથી નજીક હતું. વિમાન 11.40 મિનિટ પર નાગપુર પહોંચ્યું. પાયલોટને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા તમામ પ્રવાસીઓ સલામત છે અને પાયલોટની તબિયત પણ હાલ સુધારા પર છે.