બોલિવૂડ/ એવુ તે શું થયુ કે રસ્તા વચ્ચે રોવા લાગી રાખી સાવંત?

સલમાન ખાનની ઉદારતા ઘણી વાર સાંભળવામાં આવે છે. તે જે પ્રકારનો સોરો કલાકાર છે, તેવો જ એક ઉત્તમ માનવી પણ છે. સલમાને અભિનેત્રી રાખી સાવંતની માતાને ઓપરેશન માટે મદદ કરી છે.

Entertainment
123 38 એવુ તે શું થયુ કે રસ્તા વચ્ચે રોવા લાગી રાખી સાવંત?

રાખી સાવંત હંમેશાં પોતાના અનોખા અંદાજને લઇને આપણા બધાનું મનોરંજન કરતી આવી છે. જો કે રાખીને લોકો ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ બિગ બોસ 14 માં તેને જોયા પછી તેના માટેનો લોકોનો પ્રેમ ઘણો વધ્યો છે. પ્રેમની સાથે રાખીએ પ્રત્યે આદર પણ લોકોનાં હૃદયમાં વધી ગયો છે જ્યારે લોકોને ખબર પડી કે તેની માતાને કેન્સર થયા પછી પણ રાખી મજબૂત રહીને આપણું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહી નહોતી.

123 39 એવુ તે શું થયુ કે રસ્તા વચ્ચે રોવા લાગી રાખી સાવંત?

‘સંવેદનશીલ વિષય’ / ‘સેક્સ એજ્યુકેશન’ એક ખાસ ફિલ્મ જેનો ઉદ્દેશ્ય માત્ર જાગૃતતા ફેલવવાનો અને જુની રૂઢિઓ તોડવાનો છે

બિગબોસનાં ઘરેથી બહાર આવ્યા બાદ રાખીએ અનેક વખત તેની માતાનાં સ્વાસ્થ્ય અને તેની કીમો થેરેપીની અપડેટ આપી છે. આ સાથે તેણે સલમાન ખાન અને સોહેલ ખાનની મદદ માટે આભાર પણ માન્યો છે. આજે લોકો રાખીની માતાનાં સ્વસ્થ થવા માટે પ્રાર્થના પણ કરી રહ્યા હતા. અને હવે લોકોની પ્રાર્થનાઓ સ્વીકારવામાં આવી છે કારણ કે આજે રાખીની માતાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમનું આ ઓપરેશન સફળ રહ્યું છે. આ સાથે તેણે સલમાન અને સોહેલનો આભાર પણ માન્યો. રાખીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને તેની માતાની તબિયત વિશેની માહિતી શેર કરી છે. રાખીએ શેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે, સલમાન ખાનનાં કારણે તેમની માતાનું આ ઓપરેશન શક્ય બન્યુ છે. રાખી અને તેની માતાએ સલમાનની મદદ માટે આભાર માન્યો છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ભગવાન અને સલમાન ભાઈનો આભાર.’

Instagram will load in the frontend.

બોલિવૂડ / વેકેશનની મજા માણી રહેલી જ્હાનવીએ બોલ્ડ અવતારમાં કરી મસ્તી, ફોટા વાયરલ

સલમાન ખાનની ઉદારતા ઘણી વાર સાંભળવામાં આવે છે. તે જે પ્રકારનો સોરો કલાકાર છે, તેવો જ એક ઉત્તમ માનવી પણ છે. સલમાને અભિનેત્રી રાખી સાવંતની માતાને ઓપરેશન માટે મદદ કરી છે. તાજેતરમાં રાખી તેની માતાની તબિયતને લઈને ચર્ચામાં આવી છે. તેની માતા કેન્સર સામે લડી રહી છે અને આજે તેનું ઓપરેશન થયું છે. રાખીએ માતાની સર્જરી માટે મદદ કરવા બદલ અભિનેતા સલમાનનો આભાર માન્યો છે.

Indian Idol 12 / રામનવમી સ્પેશિયલ Indian Idol માં બાબા રામદેવે મચાવ્યો ધમાલ, જય ભાનુશાળીને ઉચકી લીધો

Untitled 38 એવુ તે શું થયુ કે રસ્તા વચ્ચે રોવા લાગી રાખી સાવંત?