Politics/ એવુ શું થયુ કે નવજોતસિંહ સિદ્ધુએ પોતાની ઘરની છત પર ફરકાવ્યો બ્લેક ફ્લેગ

કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનનાં સમર્થનમાં મંગળવારે તેમના પટિયાલા નિવાસસ્થાનની છત પર કાળો ધ્વજ ફરકાવ્યો હતો.

Top Stories India
Mucormicosis 12 એવુ શું થયુ કે નવજોતસિંહ સિદ્ધુએ પોતાની ઘરની છત પર ફરકાવ્યો બ્લેક ફ્લેગ

કોંગ્રેસનાં નેતા અને પૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનનાં સમર્થનમાં મંગળવારે તેમના પટિયાલા નિવાસસ્થાનની છત પર કાળો ધ્વજ ફરકાવ્યો હતો. વળી તેમની પુત્રી રબિયાએ અમૃતસરમાં સિદ્ધુનાં નિવાસસ્થાન પર કાળો ધ્વજ ફરકાવ્યો.

રાહતનાં સમાચાર / કોરોનાની બીજી લહેર ધીમી પડી, નવા કેસ 2 લાખથી ઓછા નોંધાયા

પટિયાલાનાં નિવાસ સ્થાને કાળો ધ્વજ મુકતા સિદ્ધુ દંપતીએ જો બોલે સો નિહાલ સત્ શ્રી અકાલનો જયકારો પણ કર્યો અને ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. સિદ્ધુએ મીડિયા સાથે કોઈ પણ જાતની વાત કરવાની ના પાડી હતી. સિદ્ધુએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તેઓ તેમના નિવાસ સ્થાને ખેડૂતોનાં સમર્થનમાં કાળા ઝંડા ફરકાવશે. આપને જણાવી દઈએ કે, દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલનને છ મહિના પૂરા થયા છે. ખેડૂત સંગઠનોએ લોકોને તેમના સમર્થનમાં ઘરોની છત પર કાળા ધ્વજ લગાવવાની હાકલ કરી હતી.

માનવતાનું ખરું ઉદાહરણ / માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

ખેડૂત સંગઠનોએ ખેડૂતો, મજૂરો, યુવાનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સાહિત્યકારો, રંગ કામદારો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને દુકાનદારોને પોતાનો રોષ વ્યક્ત કરવા અપીલ કરી હતી. સંયુક્ત મોરચાનાં નેતા પ્રો. જગમોહનસિંહે અપીલ કરી હતી કે, ખેડૂત સ્થાયી ઘરણામાં બ્લેક પાઘડી પહેરીને અને કાળા રંગની ઓઢણી ઓઢીને સામેલ થાય. આ ઉપરાંત ઘરો, દુકાનો, કચેરીઓ, ટ્રેક્ટર, કાર, જીપ, સ્કૂટરો, મોટરસાયકલો, બસો, ટ્રકો ઉપર કાળા ધ્વજને ત્રણેય કૃષિ કાયદા, વીજળી સુધારણા બિલ અને પરાલી ઓર્ડિનન્સનો જોરશોરથી વિરોધ કરવો જોઇએ.

ગત દિવસે સિદ્ધુએ કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી તેઓ ખેડૂત આંદોલનને ટેકો આપશે. સિદ્ધુ પોતે અમૃતસર હોળી સિટી તેમની કોઠી પર કાળો ધ્વજ લગાડવા પહોંચ્યા ન હોતા, હા તેમની ગેરહાજરીમાં તેમની પુત્રી રબિયા સિદ્ધુએ કોઠીની છત પર ધ્વજ ફરકાવ્યો હતો. રબિયાએ પણ તેના પિતાની જેમ મીડિયાથી અંતર રાખ્યું હતું અને આ વિશે કોઈની સાથે વાત નહોતી કરી.

kalmukho str 20 એવુ શું થયુ કે નવજોતસિંહ સિદ્ધુએ પોતાની ઘરની છત પર ફરકાવ્યો બ્લેક ફ્લેગ