ખેતીને લગતા 3 કાયદા માટે ખેડૂત અને સરકાર સામસામે છે. વાર્તાલાપથી પણ મામલો થાળે નથી પડતો. 8 ડિસેમ્બરે ભારત બંધ પછી ખેડૂતો હવે મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 12 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો આખા દેશમાં તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરવાની વાત કરી રહ્યાં છે. ખેડૂત નેતા દર્શન પાલનું કહેવું છે કે 12 તારીખે કોઈપણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહિ આપવામાં આવે.

- ટોલ પ્લાઝા ફ્રી કરવાથી સરકારને શું નુક્સાન થશે?
- પંજાબ-હરિયાણા બોર્ડર પર પ્રદર્શનથી 150 કરોડ રૂપિયાનું નુકસાન
- 50 દિવસમાં નેશનલ હાઇવે ઓથોરિટીને અધધધ ખોટ
- ખેડૂત આંદોલનને પગલે NHAIને કરોડોનું નુકસાન
આપણા દેશમાં વેહિકલ ખરીદવાથી લઈને એને ચલાવવા માટે દરેક કામ સુધી ટેક્સ આપવો પડે છે. એમાં પેટ્રોલ-ડીઝલ પણ ભરાવું પડે છે, તો સાથે ટેક્સ પણ આપવો પડે છે. વેહિકલ ખરીદ્યા પછી રોડ સેસ, રોડ ટેક્સ અને ટોલ ટેક્સ એમ 3 ટેક્સ આપવા પડે છે. રોડ ટેક્સ વેહિકલ ખરીદતા સમયે જ આપવો પડે છે. રોડ સેસ દરેક સમયે પેટ્રોલ અથવા ડીઝલ પુરાવીએ ત્યારે આપવો પડે છે અને ટોલ ટેક્સ હાઈવેથી પસાર થતા સમયે આપવો પડે છે. એને એ ઉદાહરણથી સમજો કે સપ્ટેમ્બરમાં જ્યારે 3 કાયદા બન્યા ત્યારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનથી 50 દિવસમાં ટોલ પ્લાઝાથી મળનારી રેવન્યુમાં 150 કરોડ રૂપિયાનું નુક્સાન થયું.

- 25 માર્ચથી 20 એપ્રિલ સુધી પણ ટોલ રોડ હતો બંધ
- આ સમય દરમિયાન પણ 1822 કરોડનું થયું હતું નુકસાન
- માર્ચ 2020માં સુધીમાં દેશમાં 566 NHAI ટોલ પ્લાઝા હતા
- NHAIએ એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધીમાં 26,851 કરોડ ટોલ ઉઘરાવ્યો
લોકડાઉન દરમિયાન જ્યારે 25 માર્ચથી 20 એપ્રિલ સુધી ટોલ ફ્રી હતો, ત્યારે NHAIને 1822 કરોડ રુપિયાની રેવન્યુનો લોસ થવાનું અનુમાન છે. NHAI હાઈવે પર ટોલ પ્લાઝાથી મળનારા ટોલ ટેક્સનો હિસાબ રાખે છે. NHAIના જણાવ્યાનુસાર, માર્ચ 2020 સુધીમાં દેશભરમાં 566 ટોલ પ્લાઝા હતા. દેશભરમાં હાઇવેની લંબાઈ 29 હજાર 666 કિમી હતી. લંબાઈ ગત વર્ષ કરતાં 10% વધી છે. વર્ષ 2019-20 એટલે કે એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધી હાઇવે પર બનેલા ટોલ પ્લાઝાથી NHAIએ 26 હજાર 851 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ્યો. આનો અર્થ છે કે દર મહિને આશરે 2,238 કરોડ રૂપિયા અને દરરોજ 73.5 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

છેલ્લા સાત વર્ષના ટોલ ટેક્સ પર કરીએ એક નજર
વર્ષ આંકડા (કરોડ રૂ.માં)
2013-14 = 5,294
2014-15 = 5,969
2015-16 = 6,762
2016-17 = 6,938
2017-18 = 8,631
2018-19 = 9,188
2019-20 = 7,321

NHAIએ વધુ ટેક્સ વસૂલ્યો તો સરકારની કમાણી કેવી રીતે ઓછી થઈ?
એવું બને છે કે આજકાલ મોટા ભાગની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા PPP મોડેલ પર બનાવવામાં આવી રહી છે, એટલે કે હાઇવે પર સરકારના અથવા કોઈપણ ખાનગી સંસ્થાના પૈસા પણ લાગે છે. હવે જ્યારે હાઇવે તૈયાર થાય છે ત્યારે એનું સમારકામ અને ખર્ચ કાઢવા માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સનો થોડો ભાગ સરકારને જાય છે અને થોડો ભાગ હાઇવે બનાવતી કંપનીઓ અથવા ખાનગી એજન્સીઓને જાય છે.
જુઓ આ સમગ્ર અહેવાલ –
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
