Miss Universe 2020/ મ્યાનમારની સ્પર્ધકે Miss Universe Contest માં કર્યુ એવુ કે સમગ્ર વિશ્વનું ધ્યાન ગયુ તેના પર

મિસ યુનિવર્સની સ્પર્ધામાં મ્યાનમારની સ્પર્ધકે તેના દેશમાં લશ્કરી અત્યાચારનો મુદ્દો ઉઠાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

World

મિસ યુનિવર્સની સ્પર્ધામાં મ્યાનમારની સ્પર્ધકે તેના દેશમાં લશ્કરી અત્યાચારનો મુદ્દો ઉઠાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મ્યાનમારની સ્પર્ધક થુજાર વિંટ લ્વિને વિશ્વને તેમના દેશમાં સૈન્ય દ્વારા કરવામાં આવેલા બળવા અને બર્બરતા સામે અવાજ ઉઠાવવા વિનંતી કરી છે. 1 ફેબ્રુઆરીએ થયેલા બળવો પછી અહીંનાં સુરક્ષા દળો દ્વારા સેંકડો વિરોધીઓ માર્યા ગયા છે.

Miss Universe / જાણો કોણ છે મિસ યુનિવર્સનો તાજ પહેરનાર એન્ડ્રીયા મેઝા?

ફ્લોરિડામાં સેમિનોલ હાર્ડ રોક હોટલ એન્ડ કસિનોમાં યોજાયેલી એક સ્પર્ધામાં “પ્રે ફોર મ્યાનમાર” નું પોસ્ટર હાથમાં લઇને પહોંચેલી થુજાર વિંટે એક વીડિયો સંદેશ મારફતે કહ્યું કે, “અમારા લોકો મરી રહ્યા છે અને દરરોજ સૈન્ય તેમના પર ગોળીબાર કરી રહ્યો છે.” સ્પર્ધાની અંતિમ મેચમાં તેમણે કહ્યું કે, “હું દરેકને વિનંતી કરું છું કે તેઓ મ્યાનમાર વિશે પોતાનો અવાજ ઉઠાવે. મિસ યુનિવર્સ મ્યાનમારનાં બળવા પછીથી હું શક્ય તેટલો અવાજ ઉઠાવી રહી છું.” થુજાર મિસ યુનિવર્સની સ્પર્ધાનાં અંતિમ રાઉન્ડમાં પહોંચી શકી નહોંતી, પરંતુ બેસ્ટ નેશનલ કોસ્ટ્યૂમનો એવોર્ડ તેણે જીત્યો હતો.

Miss Universe / મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ

મ્યાનમાર આર્મી (જુંટા) નાં પ્રવક્તાએ હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. થુજાર વિંટ એ હસ્તીઓમાં સામેલ એક છે, જેમણે ખુલ્લેઆમ બળવાનો વિરોધ કર્યો છે. 1 ફેબ્રુઆરીએ સેનાએ ચૂંટાયેલા નેતાઓને પકડીને જેલમાં નાખીને સત્તામાં કબ્ઝો જમાવી લીધો હતો. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ દ્વારા ઓછામાં ઓછા 790 લોકો માર્યા ગયા છે. આસિસ્ટન્ટ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ એક્ટિવિસ્ટ ગ્રુપનાં જણાવ્યા મુજબ, 5,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી લગભગ 4 હજાર હજી કસ્ટડીમાં છે.