New Delhi News/ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નચેલી નાસભાગનું કારણ શું? કુલીએ સાચી હકીકત જણાવી

એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટેશન પર વધુ પડતી ભીડને કારણે નાસભાગ મચી હતી

Top Stories India Breaking News

New Delhi News : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મચેલી નાસભાગમાં 18 પ્રવાસીઓે પોતાના જીવ ગુમાવ્યા છે. આ ગટનાના ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. નાસભાગના કારણ અંગે ઘણાં તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. તે જ સમયે, રેલવે પણ ઘણા ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટેશન પર વધુ પડતી ભીડને કારણે નાસભાગ મચી હતી, પરંતુ ત્યાં હાજર એક કુલીએ ઘટના પાછળનું સાચું કારણ જણાવ્યું છે.

રેલ્વે સ્ટેશન પર કામ કરતા એક કુલીએ ANI ને જણાવ્યું, “હું 1981 થી કુલી તરીકે કામ કરું છું પણ મેં આટલી ભીડ પહેલા ક્યારેય જોઈ નથી.” પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૨ થી ઉપડવાની હતી પરંતુ અચાનક તેનું પ્લેટફોર્મ બદલીને ૧૬ નંબર કરવામાં આવ્યું. આના કારણે બધા પ્લેટફોર્મ ૧૬ તરફ દોડવા લાગ્યા. આ કારણે બંને પક્ષના ટોળા એકબીજા સાથે અથડાયા.કુલીએ કહ્યું કે મુસાફરો એસ્કેલેટર અને સીડીઓ પર પડી ગયા. ઘણા લોકો મૃત્યુ પામ્યા. અમે મૃતકોને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા. પ્લેટફોર્મ પર ફક્ત જૂતા અને કપડાં જ પડ્યા હતા. ઘટના બાદ પોલીસ અને ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા. ૩-૪ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી અને ત્યારબાદ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

કુલી કહે છે કે રાત્રે ભાગદોડ જોયા પછી, હું સવાર સુધી ખાવાનું ખાઈ શક્યો નથી. ત્રણ કલાક સુધી કુલી બંધુઓએ પોલીસ કરતાં લોકોને વધુ મદદ કરી. જ્યારે અમે મદદ માટે ફોન કર્યો, ત્યારે અમને જવાબ મળ્યો, હોબાળો ના કરો, મદદ આવી રહી છે. આ પછી તેઓએ ફાયર બ્રિગેડને મોકલી. આગ લાગી હોવાનું માનીને ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા