T20WC2024/ વરસાદના લીધે જો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ ન રમાઈ તો શું થશે?

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Breaking News Sports
Beginners guide to 5 2 વરસાદના લીધે જો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ ન રમાઈ તો શું થશે?

ગયાનાઃ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ છે કે તેણે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ 27 જૂને ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

શું ભારતની સેમિફાઇનલમાં રિઝર્વ ડે હશે?

આ મેચ પર વરસાદનો ખતરો છે. જો વરસાદ પડે અને સેમી ફાઈનલ મેચ ધોવાઈ જાય તો? શું આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મેચ રદ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે?

આ વર્લ્ડ કપમાં એક સસ્પેન્સ છે. એટલે કે બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.

જો મેચ રદ કરવી પડશે તો પરિણામ શું આવશે?

27 જૂને મેચના દિવસે ગયાનામાં વરસાદની ભારે સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ વરસાદના કારણે ધોવાઇ શકે છે. આવી સ્થિતિમાં, પહેલા 4 કલાક 10 મિનિટના વધારાના સમયમાં મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આમ નહીં થાય તો જે ટીમ તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હશે તેને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રોહિત શર્માએ T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આટલી બધી સિક્સ મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

આ પણ વાંચો: બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, NADAએ તેને ફરી કર્યો સસ્પેન્ડ

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી