ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસો ઘટતા રાજ્ય સરકારે ઉદ્યોગ-ધંધા અને વેપારીઓને મોટી રાહત આપી છે. જેમાં આવતીકાલથી ઉદ્યોગ-ધંધા, લારી-ગલ્લા, દુકાનો ખોલવાની છુટછાટ આપી છે. જો કે આ બધુ જ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.
મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે રાજ્યમાં આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે.
જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે જો કે આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
રાજ્યમાં આજ થી શું ખુલ્લું રહેશે
- પાનના ગલ્લા
- ચાની કિટલી
- હેર સલૂન
- હાર્ડવેરની દુકાનો
- ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
- રેડીમેડ કપડાની દુકાનો
- વાસણની દુકાનો
- મોબાઇલની દુકાનો
- હોલસેલ માર્કેટ
- ગેરેજ-પંચરની દુકા
-
રાજ્યમાં આજથી શું બંધ રહેશે
- શૈક્ષણિક સંસ્થા
- ટ્યુશન ક્લાસિસ
- થિયેટરો
- ઓડીટોરીયમ
- અસેમ્બલી હોલ
- વોટર પાર્ક
- જાહેર બાગ-બગીચા
- મનોરંજક સ્થળો
- જીમ
- સ્વિમિંગ પુલ
A. આ સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા અને અન્ય મનોરંજન સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
B. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
C. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
D. સમગ્ર રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક,Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
E. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
F. રાજ્યમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
G. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
H. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
I. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Testસંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.
J. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
K. તમામ પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે.
L. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.
M. આ હુકમના ભંગ બદલ ‘THE EPIDEMIC DISEASES ACT 1897’ અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
