Not Set/ વોટ્સએપે નિમણુક કરી ગ્રીવેન્સ ઓફિસરની, કઈ રીતે કરશો કોન્ટેક્ટ

ફેક ન્યુઝની સમસ્યા સામે આખરે વોટ્સએપ કંપનીએ પગલું ભર્યું છે. વોટ્સએપે ભારતમાં ગ્રીવેન્સ ઓફિસરની નિમણુક કરી છે. ભારતમાં વોટ્સએપનાં ગ્લોબલ કસ્ટમર એન્ડ લોકલાઈઝેશનનાં સીનીયર ડાયરેક્ટર કોમલ લાહિડીની નિમણુક ગ્રીવેન્સ ઓફિસર તરીકે થઇ છે. યુઝર્સ એપ અથવા ઇમેલ મારફતે ગ્રીવેન્સ ઓફિસરને કોન્ટેક કરી શકે છે. વોટ્સએપના FAQ પેજ પર લખેલું છે કે, ‘ગ્રીવેન્સ ઓફિસરને કોન્ટેક્ટ કરવા […]

Top Stories India Tech & Auto

ફેક ન્યુઝની સમસ્યા સામે આખરે વોટ્સએપ કંપનીએ પગલું ભર્યું છે. વોટ્સએપે ભારતમાં ગ્રીવેન્સ ઓફિસરની નિમણુક કરી છે. ભારતમાં વોટ્સએપનાં ગ્લોબલ કસ્ટમર એન્ડ લોકલાઈઝેશનનાં સીનીયર ડાયરેક્ટર કોમલ લાહિડીની નિમણુક ગ્રીવેન્સ ઓફિસર તરીકે થઇ છે.

WhatsApp appoints grievance officer in India, how you can contact

યુઝર્સ એપ અથવા ઇમેલ મારફતે ગ્રીવેન્સ ઓફિસરને કોન્ટેક કરી શકે છે. વોટ્સએપના FAQ પેજ પર લખેલું છે કે, ‘ગ્રીવેન્સ ઓફિસરને કોન્ટેક્ટ કરવા માટે મહેરબાની કરીને તમારી ફરિયાદ સાથે એક ઇમેલ મોકલો અને એનાં પર તમારી ઈલેક્ટ્રોનિક સિગ્નેચર પણ કરો. જો તમે અમારો કોન્ટેક્ટ કોઈ સ્પેસિફિક અકાઉન્ટને લઈને કરો છો તો તમારો ફોન નંબર અને કન્ટ્રી કોડ પણ સાથે મોકલો.’

WhatsApp appoints grievance officer in India, how you can contact

કોઇપણ સમસ્યાનો મુદ્દો ઉઠાવા માટે હવે વોટ્સએપ પોતાનાં એપમાં એક ઓપ્શન આપી રહ્યું છે. યુઝર્સ સેટિંગ્સમાં જઈને Help માં Contact Us પર ક્લિક કરીને વધુ માહિતી જાણી શકે છે.

યુઝર્સ પોતાની સમસ્યાને સીધું પોસ્ટ મારફતે પણ લખીને હેડકવાર્ટર Menlo Park,કેલીફોર્નીયા મોકલી શકે છે.

યુઝર્સ જો કોઈ ચોક્કસ અકાઉન્ટને લઈને ફરિયાદ કરવા માંગતા હોય તો એનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. એ માટે તમારે તમારો મોબાઈલ નંબર ઇન્ટર નેશનલ ફોર્મેટમાં કન્ટ્રી કોડ સાથે લખીને મોકલવાનો રહેશે.