Not Set/ વોટ્સએપ પેથી પેમેન્ટ કરવા પર તમને મળશે કેશબેક, જાણો કેવી રીતે

એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.20.3માં ઓફરને પ્રમોટ કરવા માટે એક ખાસ બેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ બેનરમાં લખ્યું છે “ Give cash, get ₹51 back”. અર્થાત કેશ આપો અને મેળવો 51 રૂપિયા કેશબેક.

Tech & Auto
whatsapp 01 વોટ્સએપ પેથી પેમેન્ટ કરવા પર તમને મળશે કેશબેક, જાણો કેવી રીતે

વોટ્સએપ યુઝર્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વોટ્સએપ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાથી તમને કેશબેક મળી શકે છે.અત્યારે આ ઓફર દરેક વ્યક્તિઓ માટે નથી પરંતુ જે એન્ડ્રોઇડનું બીટા ટેસ્ટર વર્ઝન ઉપયોગ કરે છે તે તેનો લાભ લઇ શકે છે. પરંતુ જલ્દી જ આ કેશબેક સામાન્ય એન્ડ્રોઇડ યુઝર્સ અને એપલ યુઝર્સને મળી શકશે.

એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.20.3માં ઓફરને પ્રમોટ કરવા માટે એક ખાસ બેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ બેનરમાં લખ્યું છે “ Give cash, get ₹51 back”. અર્થાત કેશ આપો અને મેળવો 51 રૂપિયા કેશબેક. બિઝનેસ ઇન્સાઇડરના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપ યુઝર્સને અલગ અલગ વ્યક્તિને રૂપિયા મોકલવા મુદ્દે 51 રૂપિયા કેશબેક આપવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે એક યુઝર્સ પાંચ વાર પેમેન્ટ કરશે ત્યારે તેને 51 રૂપિયા રૂપિયા લેખે 255 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

whatsapp 51 rupess cashback

બીટા યુઝર્સ માટે વોટ્સએપે પોતાનું આ ફીચર રોલ-આઉટ કર્યું છે જેથી સામાન્ય વોટ્સએપ યુઝર્સને આ દેખાશે નહીં. વોટ્સએપ બીટા તમારા ફોનમાં ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરો. બીટા ટેસ્ટર બનો અને પેનલ સુધી નીચે સ્ક્રોલ કરી “ I am In” પર ટેપ કરી Join ઓપ્શનની પસંદગી કરો. ત્યારબાદ થોડાક જ કલાકમાં તમને બીટા યુઝર્સ માટે એક અપડેટ મળશે.

નોંધનીય છે કે, વોટ્સએપ પે- વર્ષ 2018 માં ભારતમાં ટ્રાયલ રનના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યું હતું. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તરફથી સત્તાવાર રીતે મંજૂરી મેળવ્યા બાદ ગતવર્ષે જાહેર જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપ પે રીયલ ટાઈમ સાથે 227 બેન્કની સર્વિસ આપે છે.