ED Officer Arrested/ રાજસ્થાનની ACBએ ED અધિકારીની લાંચ લેવાના આરોપમાં કરી ધરપકડ,જાણો કેન્દ્રીય એજન્સીએ શું કહ્યું…

રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ગુરુવારે  જયપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી અને તેના સહયોગીની લાંચ લેતી વખતે ધરપકડ કરી હતી

Top Stories Sports
5 1 રાજસ્થાનની ACBએ ED અધિકારીની લાંચ લેવાના આરોપમાં કરી ધરપકડ,જાણો કેન્દ્રીય એજન્સીએ શું કહ્યું...

રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ગુરુવારે  જયપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી અને તેના સહયોગીની લાંચ લેતી વખતે ધરપકડ કરી હતી. EDએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે અમે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ED એ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “ACBની પ્રેસ રિલીઝ મુજબ, ઇમ્ફાલ, મણિપુરમાં તૈનાત સબ ઝોનલ ઓફિસર નવલ કિશોર મીણા અને જુનિયર આસિસ્ટન્ટ બાબુલાલ મીણાની જયપુરમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમે નવલ કિશોર મીણાને સસ્પેન્ડ કર્યા છે. નવલકિશોર મીણા અને બાબુલાલ મીણા વિરુદ્ધ PMLA પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એસીબીની ટીમે 15 લાખની લાંચ લેતા ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બંને 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને લાંચના રૂપમાં માત્ર 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એસીબીએ શું કહ્યું? એસીબીએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ કરવામાં આવી હતી કે આરોપી એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલકિશોર મીણા EDની ઇમ્ફાલ ઓફિસમાં ચિટફંડ કેસમાં તેમની સામે નોંધાયેલા કેસના સમાધાનના બદલામાં 17 લાખ રૂપિયાની લાંચની રકમની માંગણી કરી રહ્યો હતો, મિલકત જપ્ત કરી ન હતી અને તેની ધરપકડ ન કરવી.