Bollywood/ સલમાનની ફિલ્મ અંતિમનું ટ્રેલર ક્યારે અને ક્યાં જોવા મળશે ? સલ્લુએ શેર કરી લિંક

અંતિમનું ટ્રેલર મુંબઈ સહિત ઈન્દોર, ગુરુગ્રામ અને નાગપુરમાં PVRમાં લોન્ચ થશે. 

Entertainment
Untitled 470 સલમાનની ફિલ્મ અંતિમનું ટ્રેલર ક્યારે અને ક્યાં જોવા મળશે ? સલ્લુએ શેર કરી લિંક

સલમાન ખાનની એક્શન ડ્રામા ફિલ્મ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’નું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. ચાહકો લાંબા સમયથી અંતિમના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, થોડા જ કલાકોમાં આ રાહ ખતમ થવા જઈ રહી છે. સલમાન ખાને ટ્વીટ કરીને ટ્રેલર લૉન્ચ થવાનો સમય અને તેની યૂટ્યૂબ લિંક શેર કરી છે.

અંતિમ ધ ફાઇનલ ટ્રુથનું ટ્રેલર મેગા ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે 25 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે યુટ્યુબ પર રિલીઝ કરી સલમાન પહેલા જ તેની લિંક ફેન્સ માટે શેર કરી ચૂક્યો છે. અંતિમનું ટ્રેલર મુંબઈ સહિત ઈન્દોર, ગુરુગ્રામ અને નાગપુરમાં PVRમાં લોન્ચ થશે.