Bollywood/ છોકરીને બુરખા પહેરવા પર એ આર રહેમાન થયા ટ્રોલ, સિંગરે આપ્યો આ જવાબ

એ.આર. રહમાન પર મહિલાઓની આઝાદી પ્રત્યે ડબલ વલણ અપનાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો હતો. ત્યારે આ આરોપોનો જવાબ એઆર રહેમાને નીતા અંબાણી સાથેની તેમની પુત્રીઓ અને પત્નીની તસવીર શેર કરી હતી.

Entertainment
a 78 છોકરીને બુરખા પહેરવા પર એ આર રહેમાન થયા ટ્રોલ, સિંગરે આપ્યો આ જવાબ

બોલીવુડના ટોચના સિંગર એવા એ.આર. રહમાનના ઇસ્લામ અપનાવવા અંગે અવારનવાર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ હવે તેઓ તેમની પુત્રીનું હિજાબ પહેરવા બદલ ટ્રોલ કરવામાં આવ્યા છે. તેઓ તેમની પુત્રી સાથે તેની સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના સંગીત માટે મળેલા ઓસ્કર એવોર્ડના 10 વર્ષ પૂરા થવા નિમિત્તે એક કાર્યક્રમમાં ગયા હતા.

આ દરમિયાન કાર્યક્રમમાં તેમની પુત્રી ખતીજા રહેમાને ભાવનાત્મક ભાષણ આપ્યું હતું. કેટલાક લોકો ખાતીજાના આ ભાષણની પ્રશંસા કરી રહ્યા હતા, પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયાના એક વિભાગે એઆર રહેમાનને તેના વિશે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એ.આર. રહમાન પર મહિલાઓની આઝાદી પ્રત્યે ડબલ વલણ અપનાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો હતો. ત્યારે આ આરોપોનો જવાબ એઆર રહેમાને નીતા અંબાણી સાથેની તેમની પુત્રીઓ અને પત્નીની તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં એઆર રહેમાનની પત્ની અને પુત્રી નીતા અંબાણી સાથે જોવા મળી રહી છે. ચિત્રને કેપ્શન આપતા (#FreedomtoChoose હેશટેગ સાથે) તેમણે લખ્યું કે, “મારા પરિવારની કિંમતી મહિલાઓ ખાતિજા, રહીમા અને સાયરા નીતા અંબાણી જી સાથે છે.” આમાં રહીમા પિંક કલરના સલવાર શૂટમાં જોવા મળી છે, જ્યારે ખતીજા બુરખા પહેરેલી જોવા મળી રહી છે.

આ ફોટો એ વસ્તુ પર ભાર આપે છે, જેની વાત રહેમાન ટ્વિટનાં હેશટેગમાં કરી રહ્યા છે. જ્યાં તે પસંદ કરવાની સ્વતંત્રતા માટે આગ્રહ કરી રહ્યો છે. જ્યાં તેમની પુત્રી ખાતિજા નકાબ પહેરેલી જોવા મળી છે, જે તેના ચહેરા અને વાળને કવર કરી દે છે. રહીમાની બીજી પુત્રી રહીમા ખુલ્લા વાળ સાથે દેખાય છે. તો તેની પત્ની સાયરાએ દુપટ્ટાથી હમણાં જ પોતાના વાળ કવર કરી દીધા છે.

રહેમાનના પરિવારજનોની આ તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર ફરતી રહે છે અને આ સમય દરમિયાન ઘણા લોકો આ સંગીતકારના સમર્થનમાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો