Not Set/ જયારે મધ્યરાત્રિએ રસ્તા પર ભૂત જોઈ ડરી ગયા લોકો… જાણો હકીકતમાં શું બન્યું હતું ..?

લોકો યુ ટ્યુબ પર વ્યુ અને લાઈક મેળવવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. કેટલીકવાર આ નુસખા લોકો માટે જોખમી સાબિત થાય છે. બેંગલુરુમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂત બનીને લોકોને ડરાવનાર 7 યુટ્યુબર્સની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. તેઓ રાત્રે ડરામણા કપડાં પહેરીને અને ભયંકર મેકઅપ સાથે બેંગ્લોરની શેરીઓમાં ફરતા […]

Uncategorized
ghost B 131119 જયારે મધ્યરાત્રિએ રસ્તા પર ભૂત જોઈ ડરી ગયા લોકો... જાણો હકીકતમાં શું બન્યું હતું ..?

લોકો યુ ટ્યુબ પર વ્યુ અને લાઈક મેળવવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. કેટલીકવાર આ નુસખા લોકો માટે જોખમી સાબિત થાય છે. બેંગલુરુમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂત બનીને લોકોને ડરાવનાર 7 યુટ્યુબર્સની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. તેઓ રાત્રે ડરામણા કપડાં પહેરીને અને ભયંકર મેકઅપ સાથે બેંગ્લોરની શેરીઓમાં ફરતા હતા.

બેંગલુરુ ઉત્તર ડીસીપી એસ કુમારે કહ્યું કે આ લોકો પસાર થતા લોકોને દબાણપૂર્વક અટકાવતા હતા અને તેમને ધમકાવતા હતા. જામીનપાત્ર કલમો હેઠળ તેમની ધરપકડ કરી છે. જોકે, પોલીસ સ્ટેશન તરફથી તેમને ચેતવણી આપી હતી અને જામીન પણ અપાય છે.

તદ્દન ભયાનક રીતે મેક અપ

આ 7 યુ ટ્યુબર્સ ચહેરા પર ભયંકર રીતે મેક-અપ લગાવતા હતા કે લોકો તેમને જોઈને ડરી જાય છે. આ ક્રમ ઘણા સમયથી ચાલતો હતો. આને કારણે લોકો રાત્રે ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા. આ લોકો પહેલા લોકોને ડરાવતા અને સાથે સાથે તેનો વિડીઓ પણ ઉતરતા હતા. અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતાં હતા.

તેમના આવા વિડીયોને લોકો દ્વારા વધુને વધુ લાઈક, શેર અને ટિપ્પણી મળતા હતા. આવા વીડિયોને સોશિયલ મીડિયાની ભાષામાં પ્રેંક કહેવામાં આવે છે. આવા ટીખળ વિડિઓ ટ્રેન્ડમાં રહે છે. લાખો લોકો તેમને થોડીવારમાં જુએ છે. આવી સ્થિતિમાં, લોકો યુટ્યુબ હિટ્સ અને ક્લિક્સ મેળવવા માટે આવા વિડિઓઝ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.