Russo-Ukrainian War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના પહેલા સપ્તાહમાં 40 દેશના વિદેશ મંત્રીઓ સાથે એક બેઠક યોજશે. G-20 અને રાયસીના સંવાદના બેનર હેઠળ યોજાનારી આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ કેન્દ્રસ્થાને રહેશે. જોકે, યુક્રેન આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ રશિયાના બહાને આ મુદ્દે ચર્ચા થશે. એવું કહેવાય છે કે, આ બેઠકમાં ભારત યુદ્ધ સમાપ્ત કરવાની ફોર્મ્યુલા રજૂ કરીને મોટી પહેલ કરી શકે છે. આવો જોઈએ યુદ્ધનો અંત કેવી રીતે આવશે.
G20 મુખ્યત્વે આર્થિક વિકાસને ગતિ આપવા માટેનું મંચ છે, પરંતુ રશિયા પર લાગેલા પ્રતિબંધો અને ભારત જેવા દેશો દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે પણ રાજકીય ચર્ચા થઇ શકે છે. આ બેઠકમાં સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલા શિખર સંમેલનનો એજન્ડા તૈયાર થશે. અધ્યક્ષ તરીકે ભારત જ તે એજન્ડા નક્કી કરશે. G-20ની 190 બેઠક નક્કી થઇ છે, જે ભારતના 50 શહેરમાં યોજાશે.
આ બેઠકો પછી એક કોમન એજન્ડા બનાવાશે
40 દેશ ભાગ લશે, મિત્ર દેશોને પણ આમંત્રણ અપાયું છે. G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, તૂર્કિયે, અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ ભાગ લેશે. બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ જેવા મિત્ર દેશોને પણ આમંત્રણ છે. તેમાં લગભગ તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે.
રશિયા G-20ને અમેરિકન તરફી જૂથ કહે છે, તેની અસર શું થશે? મહત્વનું એ છે કે, બીજા દેશો શું વિચારે છે. ગઇ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી, તેમની વાતને બધાએ સ્વીકારી હતી. હવે જોવાનું છે કે, શું કોઇ વચ્ચેનો માર્ગ નીકળે છે? ભારત સકારાત્મક છે કારણ કે, G-20ની અધ્યક્ષતા આપણી પાસે છે અને અધ્યક્ષ હોવાના નાતે ભારત જ આઉટકમ દસ્તાવેજો લખશે. જે પરિણામો આવશે, તે પણ ભારત લખશે. સાર પણ ભારત લખશે. દિલ્હી જાહેરાતનો ડ્રાફ્ટ પણ ભારતમાં જ લખાશે.
જો બાઇડેનના યુક્રેન પ્રવાસની શું અસર થશે? બાઇડેને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, અમેરિકા લાંબા યુદ્ધ માટે તૈયાર છે. એક વર્ષ થઇ ગયું છે અને અમેરિકા હવે પાછળ નહીં હટે. ભવિષ્ય માટે બધું બરાબર છે. જ્યારે બે હાથી લડે છે, ત્યારે આસપાસનું ઘાસ કચડાય છે. આ સારો સંકેત નથી.
રશિયા-યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા ચીનના રાષ્ટ્રપતિ આવ્યા એક્શનમાં
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ નજીક છે અને તેનો કોઈ અંત દેખાતો નથી. જ્યાં રશિયા યુદ્ધમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે, ત્યાં યુક્રેન પણ તેનો લગભગ 20 ટકા ભાગ ગુમાવી ચૂક્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કિવની મુલાકાત લઈને રશિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે. તે જ સમયે, વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે રશિયા દરેક કિંમતે પોતાનું રક્ષણ કરશે. યુક્રેન યુદ્ધમાં વિશ્વ આક્રંદ કરી રહ્યું છે અને પાકિસ્તાન જેવા દેશોની હાલત દયનીય બની ગઈ છે. યુક્રેનનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય છે. દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક્શનમાં ઉતર્યા છે. એટલું જ નહીં, હવે વિશ્વની નજર ભારત પર ટકેલી છે, જે રશિયાની સૌથી નજીકના દેશોમાંથી એક છે. આવો જાણીએ આખો મામલો નિષ્ણાતો પાસેથી.
એક લેખમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત સી રાજામોહને કહ્યું કે યુક્રેન યુદ્ધનું એક વર્ષ થવા જઈ રહ્યું છે અને શાંતિના માર્ગમાં ઘણા અવરોધો છે. તેમણે કહ્યું કે અત્યારે બે અલગ-અલગ વલણો દેખાઈ રહ્યા છે. પ્રથમ ઠંડીની મોસમ સમાપ્ત થવા જઈ રહી છે અને રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર ભીષણ યુદ્ધ થવા જઈ રહ્યું છે. રશિયાએ ડોનબાસ વિસ્તારમાં પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. યુક્રેને પણ વળતો પ્રહાર કર્યો છે. દરમિયાન, એવી ચર્ચા શરૂ થઈ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ‘વાટાઘાટો’ ચાલી રહી છે.
ચીન યુક્રેનમાં શાંતિ સ્થાપવા માંગે છે
રાજામોહને કહ્યું કે યુક્રેનમાં આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યારે ભીષણ સંઘર્ષ થવાનો છે, જ્યારે શાંતિ માટે હાઈ વોલ્ટેજ પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. આ પ્રયાસ ચીન દ્વારા પણ શરૂ કરવામાં આવ્યો છે. ચીન ઈચ્છે છે કે તે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટેનો દેશ બને.
તેમણે કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી વાંગ યી, હાલમાં ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુક્રેનના પ્રવાસ પર છે. તેમનો પ્રયાસ કોઈક રીતે શાંતિનો માર્ગ સુનિશ્ચિત કરવાનો છે. રાજામોહને કહ્યું કે વાંગ યી મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી શકે છે. વાંગે સંકેત આપ્યો કે શી જિનપિંગ તેમના ભાષણમાં યુક્રેનમાં પ્રાદેશિક સાર્વભૌમત્વ જાળવી રાખવાના મહત્વને રેખાંકિત કરશે. સાથે જ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે રશિયાના કાયદેસર હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરી શકાય.
મોદી, જિનપિંગ… મિત્રોની વાત સાંભળશે પુતિન!
બીજી તરફ યુરોપ એ જોવાની રાહ જોઈ રહ્યું છે કે શી જિનપિંગ આ બે વિરોધી વિચારોને કેવી રીતે એકસાથે લાવી શકે છે. રાજમોહન કહે છે કે ચીનના આ પ્રયાસમાં ભારત પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે આ સંકટમાં ગંભીર ખેલાડી બનવા માટે રશિયાના બે મિત્ર દેશો ચીન અને ભારતે માત્ર યુદ્ધની ચિંતા કરવાને બદલે શાંતિની દિશામાં કેટલાક નક્કર પગલાં ભરવા પડશે. ચીનના નેતા વાંગ યીએ તેમના તરફથી કહ્યું છે કે ચીન તેની યોજનામાં સાર્વભૌમત્વ, પ્રાદેશિક એકતા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર ભાર મૂકશે. તેમણે કહ્યું કે રશિયાની વાસ્તવિક સુરક્ષા હિતોનું સન્માન કરવાની જરૂર છે.
રાજામોહને કહ્યું કે આ દરમિયાન ભારત યુરોપના નેતાઓનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે અને આગામી દિવસોમાં G-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજશે. યુક્રેનમાં શાંતિ સ્થાપવાની ભારત માટે આ એક મોટી તક હોઈ શકે છે. ભારત અને ચીન બંને રશિયાના નજીકના મિત્રો છે અને વિશ્વને અપેક્ષા છે કે આ બંને દેશો યુદ્ધનો અંત લાવવા પુતિનને સમજાવશે. ચીન અને ભારતે હજુ સુધી રશિયન હુમલાની નિંદા કરી નથી પરંતુ સમર્થન પણ કર્યું નથી. પીએમ મોદીએ સમરકંદમાં પુતિન સમક્ષ યુક્રેન યુદ્ધ અંગે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. મોદી અને શી ઝિનપિંગ બંનેએ અણુ બોમ્બના ઉપયોગનો પણ જોરદાર વિરોધ કર્યો છે.
મહિલાઓ સાથે રેપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેન યુદ્ધ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. પોલેન્ડમાં બાઇડને કહ્યું હતું કે અમેરિકા અને નાટો યુક્રેન સાથે હતા અને રહેશે. રશિયા સેનાએ ગુનાઓ કર્યા છે. મહિલાઓ સાથે દુષ્કર્મને હથિયારની જેમ ઉપયોગ કર્યો. પુતિન યાદ રાખે કે તેઓ યુક્રેનને ક્યારેય જીતી શકશે નહીં. બાઇડન યુક્રેનની મુલાકાત પછી પોલેન્ડ પહોંચ્યા. અહીં તેમણે એક સભાને સંબોધી કરી હતી..
આ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું રશિયાએ શરૂઆતમાં યુદ્ધ ટાળવા માટે તમામ ડિપ્લોમેટિક કોશિશ કરી, પરંતુ નાટો અને અમેરિકાએ તેને સફળ થવા દીધી નહીં. અમે હજુ પણ વાતચીત ઇચ્છીએ છીએ, પરંતુ એના માટે શરતો મંજૂર નથી. નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધને 24 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.
બાઇડનના ભાષણની 3 મુખ્ય વાત…
પુતિન કહે છે કે અમે રશિયાને કંટ્રોલ કરવા ઇચ્છીએ છીએ. હું આજે રશિયાના લોકોને એવું જણાવવા ઇચ્છુ છું કે અમેરિકા કે યુરોપના લોકો રશિયાને નષ્ટ કરવા ઇચ્છતા નથી. રશિયાએ યુક્રેનનાં બાળકોનું ભવિષ્ય છીનવી લીધું છે. ટ્રેન, સ્કૂલ, હોસ્પિટલ અને અનાથાલય ઉપર બોમ્બ ફેંક્યા છે. આ દરેક બાબતને કેવી રીતે ઇગ્નોર કરી શકાય. યુક્રેનના લોકો પણ ખાસ છે અને હું દાવા સાથે કહી શકું છું કે રશિયાને ક્યારેય યુક્રેન જીતી શકશે નહીં.
આ વાતમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં કે અમેરિકા દરેક પરિસ્થિતિમાં અને દરેક સમયે યુક્રેન સાથે ઊભું છે. પુતિને એ યાદ રાખવું જોઈએ કે નાટોમાં ભાગલા શક્ય નથી. અમે અટક્યા વિના અને થાક્યા વિના યુક્રેનની મદદ કરતા રહીશું. પુતિન જમીન ઉપર કબજો મેળવવા માટે આ બધું કરી રહ્યા છે.
યુક્રેનના લોકો વતન પ્રેમના લીધે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. તાનાશાહ અને તાનાશાહી માટે માત્ર એક જ શબ્દ છે- ના, ના અને ના જ. કોઈ તમારા દેશ પર કબજો કરી શકે નહીં. તમારી આઝાદી, ભવિષ્ય કે સપનાંને છીનવી શકે નહીં. યુક્રેન ઉપર હુમલો માત્ર યુક્રેનની જ પરીક્ષા નથી, આ આખી દુનિયાની પરીક્ષા છે.
આખરે અમેરિકા સાથે પરમાણુ સમજૂતીથી રશિયાની પીછેહટ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષનો ગાળો પૂર્ણ થવા આવ્યો છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ ભીષણ જંગમાં અત્યાર સુધી આશરે ત્રણ લાખ લોકોનાં મોત થયાં છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન એકાએક યુક્રેન પ્રવાસે પહોંચી જતા રશિયા ભારે નારાજ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દેશના નામે સંબોધનમાં અમેરિકા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા યુદ્ધ ઇચ્છતું નહોતું. યુદ્ધને ટાળવા માટેના તમામ રાજદ્ધારી પ્રયાસો કર્યા હતા, પરંતુ નાટો અને અમેરિકાએ તેના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા.
અમે હજુ વાતચીત ઇચ્છીએ છીએ, પરંતુ આના માટે શરતો મંજૂર નથી. આની સાથે જ પુટિને અમેરિકાની સાથે રહેલી એકમાત્ર પરમાણુ સંધિને પણ તોડવાની જાહેરાત કરી હતી. આ સંધિ ‘ન્યૂ સ્ટાર્ટ ન્યુક્લિયર ટ્રીટી’ તરીકે ઓળખાતી હતી. પુટિને કહ્યું હતું કે જો અમેરિકા પરમાણુ હથિયારનાં પરીક્ષણ કરે છે તો રશિયા પણ આવું કરવા માટે તૈયાર છે. હકીકતમાં બંને દેશો વચ્ચે 2010માં આ પરમાણુ સમજૂતી પર સહમતી સધાઈ હતી.
ભારતનો પણ ઉલ્લેખ, હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મહત્ત્વ પર ભાર
પુતિને ભારપૂર્વક ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રશિયા તેની સાથે પોતાના સહકાર અને વેપારને વધારશે. પુતિને કહ્યું હતું કે તે ભારત, ઇરાન, ચીન જેવા દેશો સાથે આર્થિક સંબંધ વધારવા માટે નોર્થ સાઉથ કોરિડોર વિકસિત કરશે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે રશિયા આ દેશો સાથે વેપારને વધારશે.
ચીને રાજદ્વારી રશિયા મોકલ્યા, હથિયારો બાબતે આરોપો મૂક્યા
યુદ્ધને લઈને ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. બાઇડેન યુક્રેન પહોંચી ગયા બાદ રશિયાના મિત્ર દેશ ચીનમાં હલચલ વધી ગઇ છે. ચીને તેના ટોચના રાજદ્વારી વાંગ યીને રશિયા મોકલ્યા છે. આ પહેલાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કને દાવો કર્યો હતો કે ચીન યુક્રેન સાથે જારી યુદ્ધ વચ્ચે રશિયાને વધારે હથિયારો આપવા માટે તૈયાર છે. આને લઇને ચીને આક્ષેપ કરતા કહ્યું છે કે અમેરિકા બીજા પર આરોપો મૂકવા, ખોટી માહિતી ફેલાવે છે.
સુનક પર યુદ્ધવિમાનો આપવા જોન્સન, ટ્રસ દબાણ લાવી રહ્યાં
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન અને લિઝ ટ્રસ યુક્રેનને યુદ્ધવિમાનો આપવાનું સમર્થન કરી રહ્યાં છે. બંને બ્રિટનના વડાપ્રધાન સુનક પર દબાણ લાવી રહ્યાં છે. યુદ્ધ માટે યુક્રેનને હથિયારો અને યુદ્ધવિમાનો આપવા સતત દબાણ લાવી રહ્યા છે. ટ્રસે કહ્યું છે કે યુક્રેન યુદ્ધવિમાનો માટે લાંબા સમય સુધી રાહ જુએ તેમ તેઓ ઇચ્છતા નથી. બીજી બાજુ, જોન્સને કહ્યું છે કે તમામ બાકી જરૂરિયાતોને પૂર્ણ કરીને સુનક યુક્રેનને પોતાનાં યુદ્ધવિમાનો આપે તે જરૂરી છે.
હવે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ ક્યારે અટકશે. ભારત, ચીન સહિતના દેશો આ યુદ્ધ અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાએ પણ યુદ્ધ રોકવા વિનંતી કરી છે. હવે યુદ્ધ પૂર્ણ થાય તો સારૂ…
આ પણ વાંચો: નિવેદન/પીએમ મોદી જ્યારે ભાષણ આપે છે ત્યારે TV પર છવાઈ જાય છે, મારી સ્પીચ ક્યાંય દેખાતી નથીઃ રાહુલ ગાંધી
