Not Set/ WHOની ચેતવણી ..!! કોરોનાથી  વિશ્વની પરિસ્થિતિ વધુ બગડી શકે છે

ડો.ટેડ્રોસ એડનમ ઘેબ્રેસિઅસે કહ્યું છે કે યુરોપમાં કોરોના વાયરસ રોગચાળાનો પ્રકોપ ઘટી રહ્યો છે. પરંતુ તેની સ્થિતિ વૈશ્વિક સ્તરે કથળી રહી છે.  WHOએ કોરોના સાથેના વ્યવહારની ચીનની પદ્ધતિની પ્રશંસા કરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ડો. ટેડ્રોસએ  ચેતવણી આપી હતી કે યુરોપમાં કોરોના વાયરસ રોગચાળાનો પ્રકોપ ઘટી રહ્યો છે. પરંતુ તેની સ્થિતિ વૈશ્વિક સ્તરે […]

World
4e6910c9e131a8db76d012bedf4b1287 WHOની ચેતવણી ..!! કોરોનાથી  વિશ્વની પરિસ્થિતિ વધુ બગડી શકે છે

ડો.ટેડ્રોસ એડનમ ઘેબ્રેસિઅસે કહ્યું છે કે યુરોપમાં કોરોના વાયરસ રોગચાળાનો પ્રકોપ ઘટી રહ્યો છે. પરંતુ તેની સ્થિતિ વૈશ્વિક સ્તરે કથળી રહી છે.  WHOએ કોરોના સાથેના વ્યવહારની ચીનની પદ્ધતિની પ્રશંસા કરી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ડો. ટેડ્રોસએ  ચેતવણી આપી હતી કે યુરોપમાં કોરોના વાયરસ રોગચાળાનો પ્રકોપ ઘટી રહ્યો છે. પરંતુ તેની સ્થિતિ વૈશ્વિક સ્તરે કથળી રહી છે આવતા અઠવાડિયા સુધીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 કરોડ અને મૃત્યુઆંક પાંચ લાખ સુધી પહોંચી શકે છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુરોપિયન સંસદની આરોગ્ય સમિતિ સાથે વાત કરતા ડો.ટિડ્રોસે કહ્યું કે જિનીવામાં ડબ્લ્યુએચઓને 9.2 થી વધુ ચેપગ્રસ્ત કોરોના અંગેના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ડો.ટિડ્રોસે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી હતી કે વાયરસ હજી પણ ફેલાયો છે. આ સમય પોતાને સુરક્ષિત બનાવવાનો છે. તેમાં અભાવ ન હોવો જોઈએ.

ભૂતપૂર્વ ઇથિયોપીયન આરોગ્ય પ્રધાને કહ્યું કે જ્યાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે, તેની રસી એક વર્ષ પહેલા મળી જવી જોઈતી હતી. ઇથોપિયાના પૂર્વ આરોગ્ય પ્રધાનનો ઈશારો ચીન તરફ હતો. પરંતુ ડબ્લ્યુએચઓ વડાએ આ મુદ્દે ચીનની ટીકાને ફગાવી દીધી હતી.

ડો.ટિડ્રોસે એવી ટીકાને નકારી કાઢી હતી કે, ચાઇનાએ અન્ય દેશોને સમયસર ચેપી રોગચાળા અંગે ચેતવણી આપી નથી. તેમણે કહ્યું કે કોઈ વસ્તુના પ્રતિભાવની તુલના કરવી શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.