Not Set/ WHO એ આપી ચેતવણી, વૈસ્વિક સ્તર પર બગડી રહી છે પરિસ્થિતિ

વિશ્વનાં 180 થી વધુ દેશો આ સમયે કોરોનાવાયરસનાં કહેરનો સામનો કરી રહ્યા છે. વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકો કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં વડા, ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસિયસે કહ્યું કે, કોરોનાવાયરસ રોગચાળાને લીધે, વૈશ્વિક સ્તરે પરિસ્થિતિઓ વધુ બગડી રહી છે. આપને જણાવી […]

World
fc2f10a26a22c99ba1d008129a360359 WHO એ આપી ચેતવણી, વૈસ્વિક સ્તર પર બગડી રહી છે પરિસ્થિતિ

વિશ્વનાં 180 થી વધુ દેશો આ સમયે કોરોનાવાયરસનાં કહેરનો સામનો કરી રહ્યા છે. વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકો કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં વડા, ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસિયસે કહ્યું કે, કોરોનાવાયરસ રોગચાળાને લીધે, વૈશ્વિક સ્તરે પરિસ્થિતિઓ વધુ બગડી રહી છે.

આપને જણાવી દઇએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી હતી કે આના કારણે વિશ્વભરમાં અસંતોષ પેદા થઈ શકે છે. જિનીવામાં વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વડા ટેડ્રોસ ઓડહાનોમ ગેબ્રેયસિયસે કહ્યું હતું કે, “યુરોપમાં પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ બગડી રહી છે.” વધુમાં WHO નાં વડાએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 36 હજારથી વધુ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. આમાંથી મોટાભાગનાં કેસો અમેરિકા અને દક્ષિણ એશિયાનાં છે.

ઉલ્લેખનીય છે કે, દિવસો વિતી રહ્યા છે તેમ કોરોના વાયરસનાં કેસો પણ સતત વધી રહ્યા છે. જેણે માણસનાં જીવનશૈલીની પૂરી રીતે બદલી દીધુ છે. તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતનો આંકડો ઝડપથી વધ્યો છે. આ આંકડાને ઓછો કરવો તે હવે સરકારો માટે એક પડકાર બની ગયુ છે. ત્યારે જોવાનું રહેશે કે આવતા સમયમાં આ વાયરસને ભારત કેટલા સમય બાદ હરાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.