Not Set/ કુદરતે જે અસીમ આપ્યુ છે તેનો તાળો કે સરવાળો કોણ માંડી શકે ! પ્રકૃતિનો નિયમ છે કે, વાપરો એમ વધે !

ભર ઉનાળે જે પાંદડા ભેગાં મળીને છાંયડો આપે છે એ જ પાંદડા જયારે પાનખરમાં ખરી પડે ત્યારે લોકો એનો કચરો ગણે છે જીવનનું કંઈક આવું જ છે.

Trending

ભર ઉનાળે જે પાંદડા ભેગાં મળીને છાંયડો આપે છે એ જ પાંદડા જયારે પાનખરમાં ખરી પડે ત્યારે લોકો એનો કચરો ગણે છે જીવનનું કંઈક આવું જ છે. શાન હોય ત્યાં સુધી માન હોય બાકી સૂર્ય આથમ્યા બાદ અંધારું જ હોય તે કટુ સત્ય તો સૌએ સ્વીકારવુ જ રહ્યુ !

આ પણ વાંચો – પેપર લીક કાંડ / હેડ ક્લાર્ક પેપર લીક મામલે આવ્યા મોટા સમાચાર, પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા

છતાં ય આપનારનો હાથ ઉપર જ રહે છે. વિચક્ષણ શ્રી જગદીશ વ્યાસ વધુમાં જણાવે છે કે : પોતાનો કારભાર ચલાવે છે ઝાડવું, કોણ જાણે કેવા કેવા માપે, આવનારા માંગે જો ચપટીભર છાંયડો તો આપે ખોળાભર છાંયડો. ધંધામાં રોકી છે પોતાની મૂડી બધી, એટલે કે સઘળાં એ લીલાછમ પાન.

સૂરજ વિદાય થતા લાગે સંકેલવા એ આમતેમ પાથર્યા પથારા, માંડે હિસાબ પડી એકલું તો વકરામાં કેટલાક હોય હાશકારા, બાંધી લે ગાંઠે ગણ્યા વિના એ પરચુરણના સિક્કા – જે પંખીના હોય મધૂર ગાણાં !

કોઈને પણ થાય એને દેવાળું ફૂંકવાનો આવશે દિવસ આજકાલમાં, આજ લગી તોય એનો વેપલો તો ચાલે છે સમજણની બહારની કમાલમાં, એકલું એ ઝાડ નથી લૂંટાતું આમ એનું લૂંટાતું આખું યે ખાનદાન.

હા, કુદરતમાં સર્વત્ર આવી જ ઉદારતા છે. વૃક્ષે છાંયો આપવામાં ક્યારેય કંજૂસાઈ દાખવી નથી. સૂર્ય પ્રકાશનું દાન આપવાની બાબતમાં ક્યારેય પારોઠનાં પગલાં ભરતો નથી. પુષ્પે ક્યારેય પોતાની સુવાસનો સંગ્રહ પોતાને માટે કરી રાખ્યો નથી. બે કાંઠે વહી રહેલ નદીએ પોતાના જળને છૂટે હાથે વહેંચતા રહેવામાં ક્યારેય પાછીપાની કરી નથી. ચન્દ્રે ચાંદની પર ક્યારેય પોતાની એકાધિકાર જમાવી રાખ્યો નથી. કોયલે પોતાના ટહુકાને સહુને માટે સુલભ બનાવ્યો છે. મોરે પોતાની કળા દેખાડવામાં ક્યારેય પક્ષપાત કર્યો નથી.

તો પછી પુણ્યયોગે આપણને જે કાંઈ મળ્યું છે એને છૂટે હાથે વહેંચતા રહેવાની બાબતમાં આપણે શા માટે પારોઠનાં પગલાં ભરવાં ? શા માટે એનો સંગ્રહ જ કરતા રહીને આપણે આપણા હાથમાં રહેલ ભાવિને ઉજ્જવળ બનાવી તકને હાથે કરીને વેડફી નાંખવી ? અન્યની શાતા અને સમાધિમાં નિમિત્ત બનવા દ્વારા શા માટે આપણે આપણી જ શાતા અને સમાધિને અકબંધ બનાવી ન દેવી ? શા માટે અનંતકાળે મળેલા આ માનવજીવનને દાનધર્મના સેવન દ્વારા સફળ બનાવી દેવાથી આપણે વંચિત રહી જવું ?

શ્રીરામજીના વિવાહ અને રાજ્યાભિષેક બંને શુભમુહુર્ત જોઈને જ નકકી થયેલા, તો પણ ન તો તેઓનું વૈવાહિક જીવન, કે ન તો તેમના
રાજ્યાભિષેક સફળ થયા. આનો મુનિ વશિષ્ઠ પાસે જવાબ માંગવામાં આવ્યો તો તેમણે સાફ શબ્દોમાં કહેલું – જે વિધિએ નિર્ધારિત કરેલુ છે તે થઈને જ રહેશે. ન તો ભગવાન શ્રીરામજીનું જીવન બદલી શકાયું, ન તો પ્રભુ શ્રી કૃષ્ણજીનું જીવન અથવા ન ભગવાન શીવ સતીના મૃત્યુને ટાળી શકયા. જયારે મહા મૃત્યુંજય મંત્ર એના વશમાં જ હતો ! ન ગુરૂ અર્જુનદેવ, ન ગુરૂ ટેગ બહાદુર, ગુરૂ ગોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધીને ટાળી શકયા.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત / અમેરિકાના રાષ્ટ્રપતિએ ઓમિક્રોન મામલે આપી ચેતવણી,દેશને જાગૃત રહેવા સૂચન,બુસ્ટર ડોઝ પર ભાર

ઉપર લખ્યા મુજબ સમર્થ તો સૌ હતા તો ય તે ન તો રામકૃષ્ણ પરમહંસ પોતાના કેન્સરને ટાળી શકયા, ન તો રાવણ પોતાના જીવનને ને બદલી શક્યા, સમસ્ત શક્તિઓ હોવા છતાં ય વિધીના વિધાન ન કોઈ ટાળી શકયા.

મનુષ્ય પોતાના જન્મ સાથે જ જીવન-મરણ, યશ-અપયશ, લાભ-હાનિ, સ્વાસ્થ્ય-બિમારી, દેહ-રંગ-કદ-આકાર, પરિવાર, સમાજ, દેશ અને બીજું ઘણું પહેલા જ નિર્ધારિત કરીને જન્મે છે.

તેથી સરળ રહીએ સહજ રહીએ, મન, કર્મ અને વચનથી સતકર્મમાં લીન રહેવું. મુહુર્ત ન તો જન્મ લેવાનું છે, ન તો મરવાનું. બસ વિધીના વિધાન મુજબ કર્મ જ આપણા હાથમાં છે, વિશેષ બધું અર્થહીન છે.
તબિયત સુધારવા માટે આપવામાં આવતી કડવી ગોળીને જ્યાં સુધી અપમાન, નિષ્ફળતા, લુચ્ચાઈ સાથે સરખાવશો ત્યાં સુધી તકલીફ તો રહેવાની જ છે ! સુવિચારો આવકારીએ તથા કુવિચારો ધિક્કારીએ.