વિવાદ/ કોણ છે મણિમેકલઈ જેણે મા કાળીને સિગારેટ પીતા બતાવ્યા, આ પહેલા પણ બનાવી ચૂકી છે વિવાદાસ્પદ ફિલ્મો

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈએ ‘કાલી’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેમાં મા કાળી સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. લીનાની આ ફિલ્મને લઈને હિન્દુઓમાં રોષ છે. આપને જણાવી દઈએ કે લીના મણિમેકલઈએ 2002 અને 2011માં પણ વિવાદાસ્પદ ફિલ્મો બનાવી છે.

Trending Entertainment
મણિમેકલઈ

ભારતમાં જ્યાં એક તરફ પૈગંબર મોહમ્મદના કથિત અપમાન માટે જાહેરમાં લોકોના ગળા કાપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન ચાલુ છે. તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ ‘કાલી’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેમાં મા કાળી સિગારેટ પિતા બતાવવામાં આવ્યા છે. લીનાની આ ફિલ્મને લઈને હિન્દુઓમાં રોષ છે.

લીના મણિમેકલાઈએ તાજેતરમાં કેનેડામાં તેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મના પોસ્ટરમાં મા કાળીના રૂપમાં એક અભિનેત્રી સિગારેટ પીતા જોવા મળે છે. તે જ સમયે, તેના બીજા હાથમાં LGBT સમુદાયનો ધ્વજ દેખાય છે. લીના મણિમેકલાઈએ આવું કરીને હિંદુઓની ભાવનાઓ સાથે રમત રમી છે. લીનાના આ કૃત્ય પર લોકો માત્ર તેને જ નહીં પરંતુ ફિલ્મ આશા પોનાચનની નિર્માતાની પણ નિંદા કરી રહ્યા છે.

કોણ છે લીના મણિમેકલાઈ?

લીના મણિમેકલાઈ એક ફિલ્મ નિર્માતા, કવિ અને અભિનેત્રી છે. તેમના 5 કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. આ સિવાય તેણીએ ડોક્યુમેન્ટ્રી અને પ્રાયોગિક કવિતાઓ પણ બનાવી છે. તેને ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો પણ મળ્યા છે. લીનાએ 2002માં શોર્ટ ડોક્યુમેન્ટ્રી ‘મથમ્મા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 20-મિનિટની આ ડોક્યુમેન્ટરી ચેન્નઈ નજીકના અરાક્કોનમના મંગટ્ટાચેરી ગામમાં અરુંધતીયાર સમુદાયમાં પ્રચલિત પ્રથા વિશે છે, જેમાં છોકરીઓને તેમના દેવતાને અર્પણ કરવામાં આવે છે.

ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ ફિલ્મ બનાવી ચુકી મણિમેકલઈ

લીના મણિમેકલાઈની પહેલી ફીચર ફિલ્મ સેંગડલ છે, જે 2011માં બની હતી. શ્રીલંકામાં વંશીય યુદ્ધને કારણે ધનુષકોડીમાં માછીમારોનું જીવન કેવી રીતે પ્રભાવિત થયું તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે શરૂઆતમાં આ મૂવીને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો કે આ ફિલ્મમાં શ્રીલંકા અને ભારત સરકાર પર અપમાનજનક અને રાજકીય ટિપ્પણી કરવા સાથે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણી કાનૂની લડાઈ બાદ આ ફિલ્મ જુલાઈ 2011માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો: કપિલ શર્મા વિરુદ્ધ નોંધાયો કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:આ અભિનેતાએ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી પર કરી ટિપ્પણી,નફરતની રાજનીતિની કરી શરૂઆત

આ પણ વાંચો:લગ્ન પહેલા સેક્સ અને પ્રેગ્નન્સી અંગે દિયા મિર્ઝા કહ્યું કંઇક આવું….