ગુજરાત રમખાણ 2002/ તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

હાલમાં જ દેશની સર્વોચ્ચ અદાલતે PM મોદીને કલીનચીટ આપી છે,અને SITના રિપોર્ટને માન્ય રાખીને ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેવામાં આવી હતી

Top Stories India
1 248 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ બાદ જે કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા તે અંગેનો કેસ પહેલા હાઇકોર્ટમાં અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો આ કેસમાં હાલમાં જ દેશની સર્વોચ્ચ અદાલતે PM મોદીને કલીનચીટ આપી છે,અને SITના રિપોર્ટને માન્ય રાખીને ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેવામાં આવી હતી.વિશ્વમાં 2002ના કોમી રમખાણની ખુબ ચર્ચા થઇ હતી.કોર્ટે આ મામલે 2002ના રમખાણમમાં તત્કાલીન મુખ્યમંત્રી અને PM મોદીને કલીનચીટ મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું તિસ્તા સેતલવાડની સંસ્થાએ રમખાણ મામલે ખોટી માહિતી આપી છે.આ કેસમાં સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ અનુસંધાનમાં પણ કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા,જેના પગલે ગુજરાત એટીએસે તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી.

1 247 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

તિસ્તા સેતવાડ કોણ છે

તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થાના સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.તિસ્તા સેતલવાડનો જન્મ 1962માં મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ મુંબઈમાં ઉછર્યા અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તેમના પિતા અતુલ સેતલવાડ વકીલ હતા અને તેમના દાદા એમસી સેતલવાડ દેશના પ્રથમ એટર્ની જનરલ હતા. તિસ્તા સેતલવાડે કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડીને પત્રકારત્વના ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. તેમણે ઘણા અખબારોમાં રિપોર્ટર તરીકે કામ કર્યું. તેણે પત્રકાર જાવેદ આનંદ સાથે લગ્ન કર્યા અને બાદમાં કેટલાક લોકો સાથે મળીને સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ નામની એનજીઓ શરૂ કરી. તિસ્તા સેતલવાડને વર્ષ 2007માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. પદ્મશ્રી ઉપરાંત તેમને વર્ષ 2002માં રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર પણ મળ્યો છે.

 

3 61 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

શું છે કેસ 

ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં ટ્રેનના કોચને સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ફાટી નીકળેલા રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીમાં રહેતા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ કેસમાં દસ વર્ષ બાદ SIT,ના રીપોર્ટેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગુલબર્ગ સોસાયટી કેસમાં “કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી” આ  ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા આ મામલો સુપ્રીમ કોર્ટેમાં ગયો હતો અને કોર્ટે પણ SITના રિપોર્ટે માન્ય રાખ્યો હતો અને નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને જે કલીનચીટ આપવામાં આવી હતી.

 

4 47 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

સુપ્રીમ કોર્ટે આપ્યા આ નિર્દેશ

સુપ્રીમ કોર્ટે તારીખ 24 જૂન, 2022 ના રોજ, ગુજરાત રમખાણોના કેસમાં PM મોદીને આપવામાં આવેલી SITની ક્લિન ચિટને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કાર્યકર્તા તિસ્તા સેતલવાડે “અંગત હેતુઓ” માટે અરજદાર ઝકિયા જાફરીનું ઈમોશનલી શોષણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ગુજરાતમાં રમખાણને કેન્દ્રીત રાખીને બદ ઇરાદા સમાન ગણાવીને અરજી ફગાવી દીઘી હતી. કોર્ટે ઝકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી કહ્યું કે,આ પ્રક્રિયાનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને  આરોપી તરીકે ઊભા રાખી દેવા જોઈએ. કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવી જોઈએ. ઝકિયાની અરજી બીજાના ઈશારે કરાયેલું કૃત્ય છે.

 

5 70 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

સંસ્થા માટે ફંડ એકત્રિત કર્યો

કોંગ્રેસના પૂર્વ નેતા અહેસાન જાફરીના પત્ની ઝકિયા જાફરીએ SIT દ્વારા એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત કુલ 64 લોકોને રમખાણ મુદ્દે કલીનચીટ આપવાના રિપોર્ટને સુપ્રીમમાં પડકાર્યો હતો. તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદ સામેના આરોપોમાંનો એક એવો પણ આરોપ હતો કે તેમણે વર્ષ 2007 થી જંગી ભંડોળ એકત્રીકરણ અભિયાન શરૂ કર્યું હતું. પછી તેમણે રમખાણ પીડિતોના નામે રૂ. 6 કરોડથી રૂ. 7 કરોડનું ભંડોળ એકત્ર કરીને મોટી છેતરપિંડી કરી હતી. વર્ષ 2014 તેમની માલિકીના એક મેગેઝિનમાં જાહેરાતો દ્વારા અને સંગીત અને કલાના કેટલાક કાર્યક્રમો કરી નાંખ્યા હતા.

 

2 48 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

ફંડનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો

કોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચેરિટી દ્વારા એકત્ર કરાયેલા આ ભંડોળથી દંપતી સુવિધાલક્ષી વસ્તુઓની ખરીદી કરતું હતું. જોકે તિસ્તાએ દાવો કર્યો હતો કે આ પ્રકારના પગલાં એની સામે ઈરાદાપૂર્વક લેવામાં આવી રહ્યા છે. આ રીતે એક્શન લઈ ખોટી રીતે શિકાર કરાઈ રહ્યો છે. જેની સામે ભાજપે એવી પ્રતિક્રિયા આપી હતી કે,કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. તિસ્તા સામે એક એવો પણ આરોપ છે કે તેણે ફોરેન એક્સચેન્જના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. તિસ્તાએ સંસ્થાને મળેલા ડોનેશન અને બીજા ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે. જેના તાર વર્ષ 2019માં અમેરિકાની એક સંસ્થા સાથે જોડાયેલા હતા. જે ફંડ એની સંસ્થામાં આવતું હતું.

 

6 38 તિસ્તા સેતલવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત

ATSએ કેમ કરી ધરપકડ

સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવા શરુ કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આવા આક્ષેપો કરનારા પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર તથા ઝાકિયા જાફરીના કેસમાં સહઅરજદાર એવા સોશિયલ એક્ટીવીસ્ટ તીસ્તા સેતલવાડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો છે

Gujarat /  2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું…