રાહુલ ગાંધીએ લઠ્ઠાકાંડ મામલે કર્યા પ્રહાર/ બાપુ અને સરદારની ધરતી પર દારૂ અને ડ્રગ્સનો ધંધો કરનાર કોણ છે?ક્યાં સત્તાધારી પક્ષ આ માફીયાઓને રક્ષણ પુરૂ પાડે છે?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે ગુજરાતમાં ઝેરી દારૂને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.

Top Stories India

મોંઘવારી અને બેરોજગારીને લઈને અવારનવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે ગુજરાતમાં ઝેરી દારૂને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.તેમણે આજે ટ્વિટ કર્યું હતું કે ‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી ઘણા ઘરો ઉજડી ગયા છે. અબજોની કિંમતના ડ્રગ્સ પણ ત્યાંથી સતત ઝડપાઈ રહ્યાે છે. ખુબ જ ચિંતાની વાત એ છે કે બાપુ અને સરદાર પટેલની ધરતી પર આડેધડ ડ્રગ્સનો ધંધો કરનારા આ લોકો કોણ છે? કયા શાસક દળો આ માફિયાઓને રક્ષણ આપી રહ્યા છે?

ગુજરાતના ગૃહ વિભાગે બોટાદ અને અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષકોની બદલી કરી હતી અને અન્ય છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે ઝેરી દારૂ પીવાથી 42 લોકોના મોત થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બોટાદ જિલ્લાના જુદા-જુદા ગામોમાંથી કેટલાક દારૂના ધંધાર્થીઓ પાણીમાં મિથાઈલ આલ્કોહોલ અથવા મિથેનોલ ભેળવીને નકલી દારૂ બનાવતા હતા. આ અત્યંત ઝેરી ઔદ્યોગિક રસાયણો (દ્રાવક) છે. તેણે આ દારૂ ગ્રામજનોને 20 રૂપિયા ભાવે વેચાય છે.