Vaccination/ પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન રસી આપનાર નર્સ કોણ?

પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન આપનાર નર્સ પુડ્ડુચેરીની રહેવાસી.

India
PM VACCINATION 1 પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન રસી આપનાર નર્સ કોણ?

આજે દેશમાં કોવાક્સિન રસીકરણનો બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં પ્રથમ રસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી અને પહેલ કરી છે. રસી મળ્યા બાદ પીએમ મોદીએ લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી છે. પુડ્ડુચેરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન ડોઝ ઇન્જેકશન આપનાર નર્સ પી. નિવેદા છે.

PM પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન રસી આપનાર નર્સ કોણ?

પીએમ મોદીએ શેર કરેલા ફોટામાં બે નર્સો છે જેમણે  પીએમ મોદીને રસીનું ઇન્જેકશન આપ્યું હતું.  જે ફોટામાં એક નર્સ પીએમની પાછળ ઉભા રહેલી જોવા મળે છે અને એક નર્સ રસી લગાવતી જોવા મળે છે, રસી લગાવનાર નર્સ પુડ્ડુચેરીની રહેવાસી પી નિવેદા છે. પીએમ મોદીની પાછળ ઉભેલી નર્સ કેરળની છે.

દેશમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતુ. હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં શુક્રવાર સાંજ સુધી 1.37 કરોડ કોરોના રસીઓ લગાવવામાં આવી છે. 66.37 લાખ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 22 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.  જ્યારે 49.15 લાખ પહેલી હરોળના કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેઓ કે કુલ એક કરોડ આરોગ્ય કર્મચારીઓ, બે કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને 27 કરોડ વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર લોકોને રસી આપવામાં આવશે.