Not Set/ શા માટે વડોદરામાં બોલાવવી પડી તાકીદની બેઠક?

નર્સિંગ કોલેજના આચાર્યોની બોલાવી બેઠક
બેઠકમાં હાજર ન રહેનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ થશે કાર્યવાહી

Gujarat Vadodara
WhatsApp Image 2021 03 21 at 5.46.37 PM શા માટે વડોદરામાં બોલાવવી પડી તાકીદની બેઠક?

વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા અને કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ઘટને પહોચી વળવા OSD વિનોદ રાવે આજે નર્સિંગ કોલેજના આચાર્યોની તાકીદની બેઠક બોલાવી છે. તેમજ બેઠકમાં ગેરહાજર રહેનાર સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા નર્સિંગ કોલેજના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

untitled 1602327681 શા માટે વડોદરામાં બોલાવવી પડી તાકીદની બેઠક?
ફાઈલ ફોટો

વડોદરામાં કોરોનાની સ્થિતિને પહોચી વળવા માટે કોવિડ હોસ્પીટલમાં નર્સિંગ સ્ટાફની ઘટને પહોચી વળવા માટે અનેક વખત જાહેરાત આપી હોવા છતાં નર્સિંગ સ્ટાફની ભરતી ન થતા સરકાર દ્વારા હાલમાં વડોદરામાં કોરોનાની સ્થિતિને પહોચી વળવા માટે OSD તરીકે વિનોદ રાવને નિમણુક કરી છે. ત્યારે વિનોદ રાવ દ્વારા હોસ્પિટલમાં સ્ટાફની ઘટને પહોચી વળવા આજે નર્સિંગ  કોલેજના આચાર્યોની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ બેઠકમાં ગેરહાજર રહેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સુચવ આપવામાં આવતા નર્સિંગ કોલેજના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.