Entertainment News:સાઉથ સિનેમાના સુપરસ્ટાર ધનુષ અને એશ્વર્યા રજનીકાંત વચ્ચેના લગ્ન હવે સતાવાર રીતે સમાપ્ત થાય છે. બંનેના છૂટાછેડા પર મોહોર લાગી ગઈ છે. બંનેએ વર્ષ 2022માં છૂટાછેડાન જાહેરાત કરી હતી, પરંતુ હવે આ નિર્ણય કોર્ટે માન્ય રાખ્યો છે.
કોર્ટે લગાવી છૂટાછેડા પર મોહોર
27 નવેમ્બરના રોજ ચેન્નાઈની એક ફેમિલી કોર્ટે તેમના છૂટાછેડા સંપૂર્ણ રીતે માન્યતા આપી હતી. કોર્ટે બુધવારે અંતિમ ચુકાદો આપ્યો અને આ રીતે 20 વર્ષ જૂના લગ્નનો અંત આવ્યો. પરંતુ હવે સવાલ ઉભા એ થાય છે કે છૂટાછેડાની જાહેરાતના 2 વર્ષ પછી જ છૂટાછેડા કેમ થઈ ગયા? આખરે આ પાછળનું કારણ શું છે?
કેમ બે વર્ષ પછી જ છૂટાછેડા?
ધનુષ અને એશ્વર્યાએ પોતાના લગ્નજીવનનો અંત કરવાનો નિર્ણય પરસ્પર સંમતિથી લીધો છે. 17 જાન્યુઆરી 2022ના રોજ સોશિયિલ મિડિયા દ્વારા પોતાના છૂટાછેડાની જાણકારી આપી હતી. તે સમયે તેઓએ જણાવ્યું હતુ કે હવે અમે બંન્ને વ્યકિતગત રીતે પોતોના જીવનમાં આગળ વધવા માંગીએ છે. ત્યારબાદ થી તેઓ અલગ-અલગ રહેતાં હતાં. હવે કોર્ટેએ આ નિર્ણય કાયદાકીય માન્ય રાખ્યો છે. પરંતુ આ પહેલા કોર્ટે તેમને ત્રણ વખત આ મામલે સુનાવણી માટે બોલાવ્યા હતા પરંતુ બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. કોર્ટે દ્વારા આપવામાં આવેલી તારીખ પર બંનેમાંથી કોઈ પણ જતાં ન હતા.
ધનુષ અને એશ્વર્યાની લવ સ્ટોરી
ધનુષ અને એશ્વર્યાની લવ સ્ટોરી એક ફિલ્મના પ્રમોશન વખતે થઈ હતી. ધનુષ ની ફિલ્મ ‘કોંડલ કોંડન’ ના પ્રમોશન માં એશ્વર્યાએ પણ ભાગ લીધો હતો. એશ્વર્યાને ફિલ્મમાં ધનુષનું કામ એટલું ગમ્યું કે તેને બીજા દિવસે ધનુષને ફુલોનો ગુલદસ્તો મોકલી દીધો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી અને પછી તેઓને પ્રેમ થયો. ત્યારબાદ તેઓએ 2004માં લગ્ન કરી દીધા. લગ્ન બાદ તેઓએ સુખી પરિવાર પણ બાનાવ્યું. તેમના બે પુત્ર છે યાત્રા અને લિંગા.
આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો
આ પણ વાંચો: સુપરસ્ટાર રજનીકાંતની સાદગીએ ચાહકોના દિલ જીત્યા…
આ પણ વાંચો: અહીંયા બનીને તૈયાર થયું સુપરસ્ટાર રજનીકાંતનું ભવ્ય મંદિર, ચાહકોએ કરી આરતી