Not Set/ BJPએ કેમ જોર લગાવ્યું દક્ષિણમાં,આપનો પગપેસારો કે કોંગ્રેસના ગઢ તોડવા રણનીતિ?

BJPએ જાણે છે કે જો AAP  SC અને SC મતદારો પર કબજો મેળવે તો ગુજરાતની ઘણી સીટ આસાનીથી જીતી શકે છે. એક તરફ લોકોને કોંગ્રેસથી નારાજ છે….

Top Stories Gujarat Others
BJPએ

BJPએ ગુજરાત ચૂંટણીના તમામ રેકોર્ડ તોડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને BJP150 સીટનો લક્ષ રાખ્યો છે જેને લઈને પાર્ટીની નજર હવે રાજ્યની SC અને ST મતદારો પર છે. જેને લઈને હવે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો આ ચૂંટણીમાં AAP સારો દેખાવ કરે તો આગમી સમયમાં BJPને નુકશાન વેઠવું પડી શકે છે.

BJPએ

BJPને પોતાનો લક્ષ 150 પલ્સ નો હાંસલ કરવા માટે પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જો BJPને 150 પલ્સ સીટ હાસલ કરવી હોય તો કોંગ્રેસને ખલ્લાસ કરવી પડે અને આમ આદમી પાર્ટીને રોકવી પડે એ જરૂરી છે. BJPએ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસના જે પારંપરિક મતદારો છે તેને તોડશે. હવે સ્થિતિ એ છે કે કોંગ્રેસ (Congress)છેલ્લા ઘણા વર્ષોથી SC ST OBC  મતદારોનો કેટલોક વર્ગ અને લઘુમતી ના સહારે જીત મેળવે છે.

a 36 BJPએ કેમ જોર લગાવ્યું દક્ષિણમાં,આપનો પગપેસારો કે કોંગ્રેસના ગઢ તોડવા રણનીતિ?

BJPએ પણ જાણે છે કે જો AAP  SC અને SC મતદારો પર કબજો મેળવે તો ગુજરાતની ઘણી સીટ આસાનીથી જીતી શકે છે. એક તરફ લોકોને કોંગ્રેસથી નારાજ છે અને સારા ઓપશન ની રાહ જોઇને ઘણા મતદારો બેઠા છે ગ્રામીણ વિસ્તારમાં BJPને નુકશાન થાય છે એ જાહેર બાબત છે. સૌરાષ્ટ્ર માં સૌથી વધારે મતદાર લેઉવા પાટીદાર અને SC મતદારો છે ઘણા બેલ્ટમાં ઓબીસી મતદારો છે જે પૈકીના ઘણા મતદારો કોંગ્રેસ (Congress) તરફી છે. તો ST મતદારો પણ કોંગ્રેસ તરફી ઝુકાવ રાખે છે અને એટલે જ પીએમ મોદીથી લઈને પ્રદેશના નેતાઓ SC અને ST પ્રભાવિત વિસ્તાર પર નેતાઓ ફોક્સ કરી રહ્યા છે અને એટલે જ પીએમ મોદી (PM Modi)એ ગુજરાતમાં ચૂંટણીના શ્રી ગણેશ કર્યા એ દાહોદથી કર્યા હતા અને મેસેજ આપવા પ્રયાસ કર્યો હતો કે BJP ST મતદારો સાથે જ છે.

BJPએ

તો એ બાદ BJPના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પહેલા ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે એસસી અને એસટી મતદારો ને BJP સાથે જોડવા અને પાર્ટીની વિચારધારા આ સમુદાય સુધી પહોંચાડવા સૂચના આપી હતી એ બાદ કેવડિયા ખાતે પણ ST મોરચાની બેઠક યોજી જેમાં પણ આજ સૂચનાઓ આપી હતી.

BJPએ

તો ST પ્રભાવિત વિસ્તાર કે જેમાં BJP વર્ષોથી મહેનત કરે છે તેમ છતાં નથી જીતી શક્તિ એટલે કોંગ્રેસના ST ધારાસભ્યો અને નેતાઓને તોડી રહ્યા છે જેથી ST વિસ્તારમાં BJPની પકડ વધારે મજબૂત કરી શકાય અને BJPએ પણ જાણે છે કે જો 150 પલ્સ આઈટ જીતવી હશે તો SC અને ST  મતદારો પ્રભાવિત વિસ્તારની સીટ પર વધારે મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: દેહવ્યપારનું કલંક દૂર કરવા વાડિયા ગામની દીકરીઓએ કર્યું આવું, જાણીને તમને પણ થશે ગર્વ

આ પણ વાંચો:દેશની સૌથી લાંબી ક્રુઝ રાઈડ, નદી પર પ્રથમ વખત રોમાંચક અને પૌરાણિક ક્રૂઝ ટુર અહીં થશે શરૂ

આ પણ વાંચો:  PM મોદીએ IN-SPACEના મુખ્યાલયનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- યુવાનોને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે