Not Set/ LRD મહિલા આંદોલનકારીઓએ પારણા કરવાથી ઇન્કાર કેમ કર્યો..?  

સત્યાગ્રહ છાવણી પર LRD આંદોલન નો આજે 64મો દિવસ છે. ઘર અને પરિવાર મૂકીને આ મહિલાઓ પોતાનો હક્ક મેળવવા અંદોલન પર બેઠી છે. 64 દિવસ ના અંતે સરકાર હવે આ મહિલા અંદોલન કારીઓ પર રીઝી છે. અને અને તેમના તરફેણમાં નિર્ણય લીધો છે. LRD ભરતીમાં 1-8-18 નો પરિપત્ર રદ કરાયો છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું […]

Uncategorized
jmc 5 LRD મહિલા આંદોલનકારીઓએ પારણા કરવાથી ઇન્કાર કેમ કર્યો..?  

સત્યાગ્રહ છાવણી પર LRD આંદોલન નો આજે 64મો દિવસ છે. ઘર અને પરિવાર મૂકીને આ મહિલાઓ પોતાનો હક્ક મેળવવા અંદોલન પર બેઠી છે. 64 દિવસ ના અંતે સરકાર હવે આ મહિલા અંદોલન કારીઓ પર રીઝી છે. અને અને તેમના તરફેણમાં નિર્ણય લીધો છે. LRD ભરતીમાં 1-8-18 નો પરિપત્ર રદ કરાયો છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ પરિપત્રમાં સુધારો કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી સાથે OBC સમાજની બેઠક મળી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં અવ્યો છે.

આ નિર્ણયની જાહેરાત થયા બાદ દિલીપ ઠાકોર અને કોંગ્રેસના બાગી અને હાલ ભાજપી નેતા અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયા સહિતનાં નેતા તેમને પારણા કરાવવા માટે પહોંચ્યા  છે. પરંતુ હાલ આ આંદોલનકારી મહિલાઓએ પારણા કરવાનો ઈનકાર કર્યો છે. તેમને જણાવ્યું છે કે, સરકારના પરિપત્ર બાદ પારણા કરશે. અમને કોપી મળશે પછી પારણાનું  વિચારાશે. સમાજ સાથે પણ આ અંગે ચર્ચા વિચારણા કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.