Not Set/ પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

પીએમ મોદીએ પોતાની ફેશન સેન્સથી દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતે પણ તેમની સ્ટાઈલના ચાહક છે

Trending Politics
pm4 પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર રાજકારણી જ નથી પરંતુ વિશ્વમાં ખૂબ લોકપ્રિય પણ છે. તેમની કામ કરવાની શૈલી, ભાષા બોલવાની શૈલી, પહેરવેશ લોકોને તેમના તરફ આકર્ષિત કરે છે. તેમને રાજકારણીઓના સ્ટાઈલ આઈકોન કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. આટલું જ નહીં, ઘણા વૈશ્વિક નેતાઓ પણ તેની સ્ટાઈલથી પ્રભાવિત છે. પીએમ મોદીએ પોતાની ફેશન સેન્સથી દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતે પણ તેમની સ્ટાઈલના ચાહક છે. વડાપ્રધાનની ફેશન સેન્સ માત્ર તેમના કપડામાં જ નહીં, પણ તેમની એક્સેસરીઝ, તેમની ઘડિયાળ, ચશ્મા અને પેનની પણ આગવી ઓળખ છે.

પોતાની પસંદગીના પહેરે છે કપડાં 

pm1 પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાની પસંદગીના કપડાં પહેરે છે. કાપડનો કલર અને કાપડનું ફેબ્રિક પણ પોતાને ગમતું હોય છે. તેથી જ તેમના ડ્રેસની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે. પીએમ મોદીના તમામ કપડાં વિપિન ચૌહાણ અને જીતેન ચૌહાણ નામના દરજી દ્વારા સિલાઇ કરવામાં આવે છે. આ બંને ભાઈઓ 1989 થી પીએમ મોદી માટે કપડાં તૈયાર કરી રહ્યા છે, જે JADE BLUE નામની કંપની છે અને તે આ બન્ને ભાઇઓની માલિકીની છે.. વર્ષ 1989માં બન્ને ભાઇઓ  દુકાનની બહાર બટનો અને શર્ટ સીવવાનું કામ કરતા હતા. પીએમ મોદી ત્યારથી જ તેમની પાસે  કપડા સિવડાવે છે. હવે જેડ બ્લુ એક દુકાન નહીં પરંતુ 150 કરોડ કરતા પણ વધુની કંપની બની ગઇ છે

ના હોય..ચશ્માની કિંમત આટલી..

pm2 પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

હવે તેમના આઉટફિટ સિવાય તેમની એક્સેસરીઝ વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. નરેન્દ્ર મોદી હંમેશા ઊંધી  ઘડિયાળ પહેરે છે. તેમના ચશ્મા BVLGARI બ્રાન્ડના છે, જે ઈટાલિયન કંપનીના છે. BVLGARI નું મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું હતું, પરંતુ હવે તમને BVLGARI બ્રાન્ડની ઘડિયાળો, પરફ્યુમ્સ, હોટેલ્સ પણ જોવા મળશે, વડાપ્રધાન જે ચશ્મા પહેરે છે તેની કિંમત 30 હજારથી 60 હજાર છે. .

પીએમ પહેરે છે હંમેશા રિવર્સ ઘડિયાળ

pm5 પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

 

હવે વાત કરીએ પીએમ મોદીની કાંડા ઘડિયાળની, જે MOVADO કંપનીની છે. જે સ્વિટ્ઝર્લેન્ડની કંપનીની છે. MOVADO કંપનીની ઘડિયાળની કિંમત 40 હજારથી 1 લાખ 90 હજાર રૂપિયા સુધીની છે અને PM મોદી વિશે એવું પણ કહેવાય છે કે તેઓ હંમેશા ઉલટી ઘડિયાળ પહેરે છે જેથી તેમનું નસીબ જળવાઈ રહે. ઉપરાંત, જ્યારે પણ તે મીટિંગમાં અથવા કોઈની સાથે બેઠો હોય, ત્યારે સામેની વ્યક્તિના દેખતા વારંવાર સમય જોવો તેમને યોગ્ય નથી લાગતુ. એટલા માટે તે હંમેશા ઉંધી ઘડિયાળ પહેરે છે, જેમાં સમય સરળતાથી દેખાય છે અને સામેવાળાને ખબર પણ નથી પડતી.

મોદીની પેન પણ છે ખાસ 

pan પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

પીએમ મોદી હંમેશા માઉન્ટ બ્લેન્કની પેનનો ઉપયોગ કરે છે, જે જર્મન કંપનીની બ્રાન્ડ છે. માઉન્ટ બ્લેન્ક યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. પીએમ મોદી ઉપરાંત અમિતાભ બચ્ચન, દલાઈ લામા, વોરેન બફેટ અને બરાક ઓબામા પણ માઉન્ટ બ્લેન્ક પેનનો ઉપયોગ કરે છે. તેમના પેનની કિંમત અંદાજે 1,30,000 છે.

..તો આ કંપનીનો યુઝ કરે છે મોબાઇલ

mo પીએમ મોદી  કેમ પહેરે છે હંમેશા ઊંધી ઘડિયાળ..

પીએમ ટેકનોલોજી ચાહક છે. તેમણે મેક ઈન ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા જેવી યોજનાઓ બનાવી છે. જેથી આપણો દેશ ડિજિટલ થઈ શકે. પરંતુ તેઓ એપલ બ્રાન્ડનો મોબાઈલ રાખે છે, જે એક અમેરિકન કંપની છે અને પીએમ મોદી સમયાંતરે મોબાઈલના મોડલ બદલતા રહે છે. સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવા વોડાફોનનું નેટવર્ક વાપરે છે.