Technology/ આપણો મોબાઈલ નંબર 10 અંકનો જ કેમ હોય છે? જાણો તેમના પાછળનું કારણ

હાલમાં દેશની વસ્તી લગભગ 130 કરોડ છે. જો નવ નંબરનો મોબાઇલ નંબર વપરાતો હોત તો ભવિષ્યમાં તમામ લોકોને નંબર ફાળવી શકાય નહીં

Tech & Auto
Untitled 183 આપણો મોબાઈલ નંબર 10 અંકનો જ કેમ હોય છે? જાણો તેમના પાછળનું કારણ

જયારે આપણે કોઈને  ફોન કરીએ તો આપણે ભૂલ થી પણ જો 9 કે 11 નંબર દબાવીએ તો  ફોન લાગતો નથી કે  ફોનની રિંગ નથી વાગતી. શું તમે જાણો છો કે મોબાઈલ નંબર માત્ર 10 અંકનો જ કેમ હોય છે અને તેની પાછળનું કારણ શું છે? ચાલો તમને જણાવીએ….

આપને જણાવી  દઈએ કે , જો મોબાઈલ નંબર એક ડિજિટનો હોય તો 0થી 9 સુધી માત્ર 10 અલગ-અલગ નંબર જ બની શકે છે. જે પછી કુલ 10 નંબરો જ બનશે અને માત્ર 10 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે. બીજી તરફ 2 અંકનો મોબાઈલ નંબર હોય તો પણ 0 થી 99 સુધીના 100 નંબર જ બનાવી શકાશે અને માત્ર 100 લોકો જ તેનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો ;પ્રદૂષણ / દિલ્હીમાં આંશિક લોકડાઉન, જાણો કેટલા દિવસ માટે શું રહેશે બંધ…

તેનું બીજું કારણ ભારતની વસ્તી છે. હાલમાં દેશની વસ્તી લગભગ 130 કરોડ છે. જો નવ નંબરનો મોબાઇલ નંબર વપરાતો હોત તો ભવિષ્યમાં તમામ લોકોને નંબર ફાળવી શકાય નહીં. તો જ્યારે 10-અંકનો મોબાઇલ નંબર બનાવવામાં આવે છે, તો ગણતરી અનુસાર એક હજાર કરોડ વિવિધ નંબરો બનાવી શકાય છે. આ જ કારણ છે કે ભવિષ્યમાં નંબરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 10 અંકનો મોબાઈલ નંબર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વર્ષ 2003 સુધી દેશમાં માત્ર 9 અંકના મોબાઈલ નંબર હતા. પરંતુ વધતી વસ્તીને જોતા ટ્રાઈએ તેને વધારીને 10 અંકોનો કરી દીધો. તો 15 જાન્યુઆરી, 2021થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લેન્ડલાઈનથી કોલ કરતી વખતે નંબરની આગળ શૂન્ય લગાવવાનો નિર્દેશ આપ્યો છે. ડાયલ કરવાની રીતમાં આ ફેરફાર સાથે ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર તૈયાર કરવાની સુવિધા મળશે.

આ પણ વાંચો ;દર્શન / મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી