વિધિ અને અનુરાગ એકબીજાને 1 વર્ષથી ડેટ કરતા હતા. એકબીજાઓ સાથ એમને ખૂબ ગમતો હતો. એના પછી સવાલ આવ્યો
એકબીજા વિષે કહેવાનું અને મમ્મી પપ્પા સાથે મુલાકાત કરાવાની. વિધિને પોતાના ઘરવાળા પર ભરોસો હતો. એને વિશ્વાસ હતો કે
જયારે અનુરાગને મમ્મી પપ્પા સાથે મલાવશે તો અનુરાગને તરત જ પસંદ કરી લેશે. ભણેલો ગણેલો હતો. સારી નોકરીમાં
હતો અને પર્સોનાલીટી પણ સરસ હતી.
ઘણાં ભરોસા સાથે વિધિ અનુરાગને પોતાના ઘરે લઈ ગઈ. મમ્મી અને પપ્પા સાથે મળાવ્યો અને શું અજીબ અજીબ સવાલ પપ્પા
પૂછવા લાગ્યા. મમ્મી પણ કઈ ઓછી ન હતી. વારંવાર ઈશારા, અંદર બોલવાના આ બધું શું હતું? વિધિને ભરોસો જ ન થયો.
આખરે શું પસંદ ન આવ્યું અનુરાગ માં?
પેરેન્ટ્સ નથી કરતા તમારી પસંદ ને પસંદ
તમને લાગતું હશે કે તમારી કહાની પણ આ કેસ થી મળતી આવતી છે. ક્યારેક તો તમે પોતાના ઘરે તમારા ડેટના વિષે કહી જ નથી
શકતા અને જો હિમત કરીને કહી પણ દો તો હાવભાવ જોઇને તમારો ઉત્સાહ ઠંડો પડી જાય. આવું લગભગ બધા સાથે થાય છે.
કારણ ઘણાં છે બહુ સિમ્પલ છે બસ તમે અત્યાર સુધી ધ્યાન નથી આપ્યું.
તમે જેને પણ કરો ડેટ, પેરેન્ટ્સને આ માટે નથી આવતા પસંદ
જનરેશન ગેપ : તમારા માતા પીતાં અને તમારા વચ્ચે પૂરી એક જનરેશન નો ફર્ક છે. તમારા વિચાર અને એમનાં વિચારમાં જમીન
આકાશનો ફર્ક છે. જે રીતે તમે કોઈ સંબંધને એમની સામે લાવો છો એ એના આદિ નથી. એમનાં મુજબ જે બાબતોમાં મોટાનો હક
છે એને તમે પોતાના હાથમાં લઈ રહ્યા છો.
કોમ્પીટીશન : તમારા માતા પીતાં તમને પોતાનું બધું સમજે છે. જયારે તમે કોઈને એમની સાથે મલાવા લઈ જાવ છો ત્યારે એમનાં
મનમાં તમને અચાનક જ તમને ખોય જવાનો ખ્યાલ આવે છે. ભલે તમે એમને તમારી ગલફ્રેન્ડ સાથે મલાવો કે તમારા બોયફ્રેન્ડ ને,
તમે એક ખાસ સંબંધની શરૂઆતનો અહેસાસ એમને આપવા લાગો છો. એમનાં મનમાં ડર, જલન,કોમ્પીટીશન જેમાં ઘણાં ઈમોશન
એક સાથે આવી જાય છે. એવામાં તમારી પસંદની ખૂબીઓ પણ એમનાં ધ્યાન માં આવતી નથી.
તમારા પર ઓછો ભરોસો : એમને તમને ઉછેર્યા છે. તમે તમારા કોઈ પણ નાણા મ્પ્તા નિર્ણયમાં એમની સલાહ ને સૌથી વધુ ખાસ
સમજી છે. જયારે તમે તમારી પસંદ ને એમને મલાવો છો તો એમને લાગે છે કે એમને આને પારખવાનો સમય જ નહિ મળ્યો.
એમને લાગે છે કે તમે એમની પાસે થઈ હા જ ઈચ્છો છો. જેને એમને બાળપણથી આજ સુધી દરેક નિર્ણયમાં મદદ કરી હોય એમની
જિંદગીનો નિર્ણય એ બધી રીતે એમનાં પર છોડી શકે નહી. એમને ઘણો બધો સમય જોઈંએ.
તમારી સુરક્ષા : તમે તમારી પસંદને એમને મલાવા ઘણાં સમય પછી લઈ જઈ રહ્યા છો. એક કે બે એટલા વર્ષ હોય શકે છે.
તમારા માતા પીતાં આ માણસ પર તરત ભરોસો નથી કરી શકતા. એમને તમારી ચિંતા છે. તમે એમનાં માટે સૌથી વધારે કિમતી છો
અને પેલા માણસ પર એમને હાલ ભરોસો નથી.
