Sports News : ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતના દાવની શરૂઆત આ ટીમના બેહતરીન ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા કરી રહ્યા છે, પરંતુ આ જોડી અત્યાર સુધી રમાયેલી 3 મેચના મુકાબલામાં ચાલી નથી. સતત ફ્લોપ થઈ રહેલી આ જોડીને કારણે હવે ચર્ચા થવા લાગી છે કે શું ટીમ ઈન્ડીયાની જે રણનિતી છે તે સાચી છે કે તેને બદલવાની જરૂર છે.
વિરાટ-રોહિતની ઓપનિંગ જોડીને લઈને વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજક્રિકેટર બ્રાયન લારાએ પણ કહ્યું હતું કે ભારતે આ ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. લારાએ આ અંગે કારણ આપતા કહ્યું કે જો ટીમ ઈન્ડીયા પોતાની ઓપનિંગ જોડીમાં બદલાવ કરે છે તો તેનાથી તેના પ્લેઈંગ ઈલેવનની કોમ્બિનિશનમાં છેડછાડ થશે, જે ટીમ માટે સારૂ નહી હોય. લારાએ કહ્યું કે ભારત પાસે નિશ્ચિત રૂપે લેફ્ટ અને રાઈટ હાથના બેટ્સમેન સાથે ઓપનિંગમાં ઉતરવાનો વિકલ્પ છે, પરંતુ આ ટીમે તેના બે બહેતરીન ખેલાડીઓને એટલા માટે નક્કી કર્યા હતા કે પોતપોતાની ફ્રેન્ચાઈઝી સાથે જ ભારત માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લારાએ કહ્યું કે રોહિત-કોહલીની ઓપનિંગ જોડી સાથે રહેવી જોઈએ જો તમે તમારા ટોચના ક્રમમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરો છો તેનાથી નુકશાન થઈ શકે છે.
વધુમાં તેણે કહ્યું કે આ બન્ને દિગ્ગજ ખેલાડી હવેની મેચોમાં મોટો સ્કોર કરશે. અમેરિકામાં બેટિંગ માટે સ્થિતી સારી નથી. પરંતુ તેઓ કોઈ પણ સમય અને હાલતમાં સારૂ પ્રદર્શન કરવાની તાકાત રાખે છે.
આ પણ વાંચો:કુવૈત મજૂર કેમ્પમાં ભીષણ આગમાં 40 ભારતીયોના મોત, 30 ઘાયલ
આ પણ વાંચો:મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ, 10 ભારતીયો સહિત સહિત 41 લોકોના મોત
આ પણ વાંચો:યમનના દરિયાકાંઠે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 49ના મોત: 140 લોકો ગુમ
