પહેલા દેશમાં અને હવે વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો વધી રહયો છે. ચૂટણી ઇઝરાયલમાં થઇ રહી છે પણ ત્યાં પોસ્ટર PM મોદીના લાગેલા જોવા મળ્યાં છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને નરેન્દ્રમોદીના પોસ્ટર ભારત અને ઇઝરાયલના મજબૂત સંબંધો દર્શાવવા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પહેલા વૈશ્વિક નેતા હતા જેમણે 2019ની ચૂંટણી બાદ મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી.

ઇઝરાયલની ચૂટણીમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સહિત અન્ય પાર્ટીઓએ પ્રચાર અભિયાન જોરશોરથી શરુ થઇ ગયો છે. આ ચૂટણીના પ્રચારમાં અભિયાનમાં પ્રધાનમંત્રી મોદીની તસવીરોએ આકર્ષણ જમાવ્યુ છે. શહેરોના રસ્તાઓ પર ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને મોદીની હાથ મિલાવતી તસવીરોએ સૌનું ધ્યાન ખેચ્યુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નેતાઓ સાથેના પોસ્ટર લગાવીને લોકોને એવું જણાવવા ઇચ્છે છે કે તેમની સરકારે ઇઝારયલના અન્ય દેશો સાથેના સંબંધોને કેટલી મજબૂતી પ્રદાન કરી છે. નેતન્યાહૂના નામે ઇઝરાયલના ઈતિહાસમાં સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી પદે રહેવાનો રેકોર્ડ છે.

જોકે આ વખતે ચૂંટણીમાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેતન્યાહૂ પહેલા નેતા હતા જેમણે 2019ની ચૂંટણી બાદ મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી.તેમણે ભારત સાથે વધુ સારા સંબંધોને લઇને આગળ પણ સાથે મળીને કામ કરવાનો વાયદો કર્યો હતો.ભારત અને ઇઝરાયલ વચ્ચે હાલના વર્ષોમાં આર્થિક, સૈન્ય અને રાજકીય સંબંધોમાં મજબૂતી આવી છે. રસપ્રદ વાત તો એ છે કે આ દિવસે જ મોદીનો જન્મદિવસ છે અને અત્યારે મોદીના પોસ્ટર ઇઝરાયલમાં લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
