Ahmedabad/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ

આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં, તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.

Top Stories Gujarat

Ahmedabad News: જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો.

પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

પાલડી અંડર પાસની બંને બાજુની દિવાલો પર કરવામાં આવેલ આર્ટવર્કમાં અમદાવાદના કોટવિસ્તારનો વારસો અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિની ઝલક પ્રદર્શિત થાય છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે. તૈયાર થયેલ જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.

આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં, તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.

83 કરોડના ખર્ચે નિર્મિત  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસને જી.એમ.આર.સી દ્વારા 47 કરોડ, એ.એમ.સી. દ્વારા 33 કરોડ અને રેલ્વે દ્વારા ૩ કરોડમાં મળી સહ નિર્માણ કરવામાં આવ્યો છે.

પાલડી અંડરપાસના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબહેન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર એસ.એસ. રાઠોડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂક્યો

આ પણ વાંચોઃનીતા અંબાણીએ પુત્ર અનંતના પ્રિ-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર રજૂઆત કરી

આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં

આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન