Gandhinagar News : ગાંધીનગરમાં એક સીનીયર IAS અધિકારીની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ આઈએએસ અધિકારીની પત્ની સિવિલ હોસ્પિટલમાં ICU માં સારવાર લઈ રહી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. તે સમયે આઈએએસ ઓફિસરની પત્ની હાલમાં બોલી શકે તેવી હાલતમાં ન હોવાથી તેનું નિવેદન લઈ શકાયું ન હતું. જેને કારણે તેમણે આ પગલું શા માટે ભર્યું હતું તે બહાર આવ્યું ન હતું.
આ આઈએએસ અધિકારી રણજીત કુમાર સચિવાલયમાં ફરજ બજાવે છે. રણજીત કુમારને તેમની પત્ની સુર્યાબેનને સાથે અણબનાવ હતો. જેને કારણે તેમણે દવા પીને આપઘાત કર્યો હોવાનું કહેવાય છે. જોકે તપાસ બાદ જ ચોક્કકસ કારણ બહાર આવશે, એમ સુત્રોએ જણાવ્યું હતું.. .બીજીતરફ આ અધિકારીની પત્નીના આપઘાતને પગલે સચિવાલય સંકુલમાં શંકા કુશંકાઓ ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા
