Video/ પ્લેટફોર્મ પર સૂતેલી પત્નીને ઊંઘમાંથી ઉઠાવીને ચાલતી ટ્રેનની સામે માર્યો ધક્કો… ઘટના CCTVમાં કેદ

એક વ્યક્તિ નજીકમાં સૂઈ રહેલી તેની પત્નીને ઊંઘમાંથી જગાડે છે અને પછી તેને પ્લેટફોર્મની કિનારે લઈ જાય છે, સામેથી ટ્રેન આવતાં જ તેણે તેને ધક્કો માર્યો.

Top Stories India
પ્લેટફોર્મ

એક પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, આરોપી પતિએ પહેલા રેલ્વે પ્લેટફોર્મ પર સૂઈ રહેલી પત્નીને ઉઠાડી અને પછી તેને ચાલતી ટ્રેનની સામે ધક્કો મારી દીધો, જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટના મુંબઈના વસઈ રેલ્વે સ્ટેશનની છે. જ્યારે આરોપી પતિ સ્થળ પરથી નાસી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સોમવારે સવારે 4 વાગ્યે બની હતી, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વાયરલ થઈ રહેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નજીકમાં સૂઈ રહેલી તેની પત્નીને ઊંઘમાંથી જગાડે છે અને પછી તેને પ્લેટફોર્મની કિનારે લઈ જાય છે, સામેથી ટ્રેન આવતાં જ તેણે તેને ધક્કો માર્યો અને પછી પ્લેટફોર્મ પર સૂતેલા તેના બે બાળકોને ઉઠાડીને આરોપી ભાગી ગયો હતો.

પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીને શોધી રહી છે. નજીકના CCTV ની મદદથી આરોપી ક્યાં ભાગી ગયો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

આ પણ વાંચો:TikTok સ્ટાર અને BJP નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો ચશાવત,આજે નવા 8 હજારથી વધુ કેસ