Entertainment News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો એક પછી એક શોને છોડી રહ્યા છે. થોડા સમય અગાઉ તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ શો છોડવાના સમાચાર આવ્યા હતા. પ્રશંસકો આ સમાચારમાંથી બહાર નીકળી શક્યા ન હતા કે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ, બબીતાજી એટલે કે મુનમુન દત્તા પણ શોને અલવિદા કહી શકે છે.
View this post on Instagram
મુનમુન દત્તાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘણી લોકપ્રિયતા મેળવી છે. દર્શકો તેને બબીતા જીના નામથી સારી રીતે ઓળખે છે. આવી સ્થિતિમાં, તેના શો છોડવાના સમાચારથી ચાહકો ચોક્કસપણે નિરાશ થશે. મુનમુનને બિગ બોસ ઓટીટીના નિર્માતાઓએ તેની બીજી સિઝનમાં ભાગ લેવા માટે સંપર્ક કર્યો છે. જોકે, જો અભિનેત્રી આ માટે સંમત થાય છે તો એવી શક્યતા છે કે તે શો છોડી શકે છે. મુનમુન દત્તા વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
શૈલેષ લોઢાએ થોડા સમય પૂર્વે જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી દીધું છે. શૈલેષ લોઢા શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા હતા અને તેમની અને જેઠાલાલની મિત્રતા જોવા જેવી હતી. હવે તે ‘વાહ ભાઈ વાહ’ શોને હોસ્ટ કરશે. તેણે તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શોમાં આવનાર કવિઓને તેમની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે.
આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા
આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી
આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!
