Not Set/ માયાવતી: ભાજપને કાઢવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને આપશું સમર્થન

નવી દિલ્લી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત પર બહુજન સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પોતાનું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુશ્કેલીઓ ઓછી થઇ રહી છે તેવું લાગી રહ્યું છે, બીજી બધી પાર્ટીનો સપોર્ટ કોંગ્રેસને  મળી રહ્યો છે. બસપાના પ્રમુખ માયાવતીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપશે તેવું જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આખી પરિસ્થતિ […]

Top Stories India Trending Politics
Page7 6 માયાવતી: ભાજપને કાઢવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને આપશું સમર્થન

નવી દિલ્લી

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત પર બહુજન સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પોતાનું નિવેદન આપ્યું છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુશ્કેલીઓ ઓછી થઇ રહી છે તેવું લાગી રહ્યું છે, બીજી બધી પાર્ટીનો સપોર્ટ કોંગ્રેસને  મળી રહ્યો છે. બસપાના પ્રમુખ માયાવતીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપશે તેવું જાહેર કર્યું છે.

તેમણે કહ્યું કે આખી પરિસ્થતિ જોઇને અમે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે અને જો જરૂર પડશે તો રાજસ્થાનને પણ  અમે કોંગ્રેસને સાથ આપવા માટે તૈયાર છીએ.

માયાવતીનું કહેવું છે કે તેઓ  ભાજપને રોકવા માટે કોંગ્રેસને સમર્થન આપવા જઈ રહ્યા છે.

બસપાના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાજપને પોતાની ખોટી નીતિઓના લીધે વિધાનસભાની ચૂંટણીમાં હારવાનો વારો આવ્યો છે.

ચૂંટણી દરમ્યાન મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢની જનતા ભાજપ પર ઘણી ગુસ્સે જેને લીધે તેમને હાર મળી છે.

વધુમાં તેમણે કહ્યું કે જનતા કોંગ્રેસને વોટ આપવા નહતી માંગતી પરંતુ તેમ છતાં કોંગ્રેસને જીતાડવી પડી. જનતાએ પોતાના દિલ પર પથ્થર રાખીને કોંગ્રેસને જીતાડી છે. બસપાએ કોંગ્રેસ અને ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં સારી ટક્કર આપી છે. પરંતુ વધારે સીટ અમને મળી નથી.

ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને જીત તો મળી છે પણ બે રાજ્યો એટલે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તે બહુમતીના આંકડા સુધી નથી પહોચી શકી. મધ્યપ્રદેશમાં સપા અને બસપા પાર્ટી કોંગેસને સાથ આપશે તેવી જાહેરાત કરી ચુક્યા છે.