Not Set/ અમદાવાદ/ ગૃહમંત્રીની BRTS રૂટ સમીક્ષા પૂર્ણ થયાની ગણતરીની મિનિટોમાં જ તમામ બાઉન્સરો BRTS કોરિડોર માંથી છુંમંતર

અમદાવાદમાં BRTS મોતની બસ બની છે.  ત્યારે અમદાવાદમાં ચાલી રહેલી બેફામ બ્રેક વગરની BRTSની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ BRTS બસની અને તેના રૂટનું નિરિક્ષણ કર્યુ હતું. નિરીક્ષણ દરમિયાન BRTS રૂટ પર વાહન ચાલકો ન પ્રવેશે તે માટે રૂટ પર બાઉન્સરો ખડકી દેવામાં આવ્યા હતા.પરંતુ જેવું […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં BRTS મોતની બસ બની છે.  ત્યારે અમદાવાદમાં ચાલી રહેલી બેફામ બ્રેક વગરની BRTSની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ BRTS બસની અને તેના રૂટનું નિરિક્ષણ કર્યુ હતું.

નિરીક્ષણ દરમિયાન BRTS રૂટ પર વાહન ચાલકો ન પ્રવેશે તે માટે રૂટ પર બાઉન્સરો ખડકી દેવામાં આવ્યા હતા.પરંતુ જેવું જ ગૃહપ્રધાનનું નિરીક્ષણનું કામ પુરુ થયું તેવા  બધા બાઉન્સરો જતા રહ્યા અને ફરીવાર BRTS કોરીડોરમાં વાહનચાલકો વાહન ચલાવતા નજરે પડ્યા હતા . ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે સરકારે BRTSના અકસ્માતોની ખરેખર ગંભીરતાથી નોંધ લીધી છે કે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યા છે.

બેફામ ચાલતી બીઆરટીએસ પર લગામ ન કસી શકતા તંત્રએ ગઈકાલે બાઉન્સર્સના બાવડા દેખાડીને સામાન્ય માણસને ડરાવ્યા હતા. ગઈકાલે કોર્પોરેશનને પ્રજાની ચિંતા હોય તેમ તમામ BRTS કોરિડોમાં વાહનચાલકો ન ઘૂસે તે માટે બાઉન્સરો ગોઠવ્યા હતા. પરંતુ ખરે ખરતો આ બાઉન્સરો પ્રજાના હિત માટે નહીં પણ કોર્પોરેશને પોતાના કાવતરા છુપાવવા માટે ખડક્યા હતા.

ગૃહ મંત્રી BRTS કોરિડોરો ની સમીક્ષા કરવા આવવાના હોવાથી કોર્પોરેશન ઘ્વારા આ બાઉન્સરોનો ખડકલો કરવામાં આવ્યા હતો. ગૃહ મંત્રીની સમીક્ષા પૂર્ણ થયાને ગણતરીની મિનિટોમાં જ તમામ બાઉન્સરો BRTS કોરિડોર માંથી છું થઇ ગયા હતા.  અને ફરી એકવાર વાહનચાલકો ટ્રાફિકથી બચવા BRTS કોરીડોરમાં વાહન ચલાવતા જોવા મળ્યા। હતા. ત્યારે આટલી બધી ગંભીર ઘટનાઓ સર્જાયા બાદ પણ શું તંત્ર સુધરે છે કે કેમ તે એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.