અમદાવાદ/ વેજલપુરમાં મહિલાની હત્યાનો પર્દાફાશ, જાણો કોના ઈશારે મોતને ઘાટ ઉતારવામાં આવી….

મનીષા  અને તેના પતિ વચ્ચે ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જે કેસમાં કોર્ટે પીઆઈને 30 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જેથી કંટાળી પીઆઈએ પોતાના મિત્ર ખલિલુદ્દીન સૈયદને વાત કરી હતી.

Ahmedabad Gujarat
હત્યા
  • હત્યારો મનીષાબેનની હત્યા કરી થયો હયો હતો ફરાર
  • પોલીસ તપાસમાં હૈદરાબાદના હત્યારાની કરાઈ ધરપકડ
  • પકડાયેલ હત્યારો મિડલમેન હોવાની પોલીસને શંકા
  • સમગ્ર પ્રકરણમાં કોન્ટ્રાકટ કિલિંગ હોવાની પ્રબળ શંકા

અમદાવાદના વેજલપુરમાં આશરે 15 દિવસ પહેલા થયેલ હત્યાને ભેદ આખરે ઉકેલાયો છે. વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર વિભાગ -2 આવેલ છે. તાજેતરમાં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની હત્યા તેના જ પૂર્વ પતિના ઈશારે થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીનો પૂર્વ પતિ અન્ય કોઈ નહીં પણ સેન્ટ્રલ આઈબીમાં ફરજ બજાવતો અધિકારી છે. જેની પોલીસે શોધખોળ હાથ ઘરી છે.

વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા. અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહન ના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.

મૃતક મનીષા  અને તેના પતિ વચ્ચે ભરણ પોષણનો કેસ ચાલતો હતો. જે કેસમાં કોર્ટે પીઆઈને 30 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જેથી કંટાળી પીઆઈએ પોતાના મિત્ર ખલિલુદ્દીન સૈયદને વાત કરી હતી. જેના આધારે ખલિલુદ્દીન પોતાના બે મિત્રોને હત્યાના 10 દિવસ પહેલા અમદાવાદ લાવી રેકી કરાવી અને ખાનગી હોટલમાં રોકાણ કર્યુ હતુ. 19 જુલાઈના રોજ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જોકે, તપાસ બાદ રેકી કરવા ઓનલાઇન લીધેલું અને આ ગુનામાં વાપરવામાં આવેલા વાહનના નંબર પરથી પોલીસ આરોપી સુધી પહોંચી છે. સાથે જ ખલિલે હત્યા માટે સતીષને 15 હજાર રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે.

જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલ ઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખીલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખરીદીને પોતાને બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષા બેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

હત્યાની તપાસ કરતાં પોલીસ સૌથી પહેલા ઈન્કમટેક્ષ પાસે આવેલા રોયલ બ્રધરની ઓફીસે પહોંચી હતી. જ્યાંથી આરોપીએ બાઈક ભાડે રાખ્યું હતું. જે બાદ પોલીસ હોટલ રાજધની સુધી પહોંચી જ્યાં આરોપી 10 દિવસ રોકાયા હતા. જેથી પોલીસને હત્યાના આરોપીના ફોટા અને વિગત મળી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી પરંતુ મુખ્ય ષડયંત્રકાર સહિત ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ઘરી છે, ત્યારે પોલીસ તપાસમાં આરોપી શું નવા ખુલાસા કરે છે તે જોવું મહત્વનું છે.

આ પણ વાંચો:કોંગ્રેસની મુસીબત વધી, વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે નોંધ્યો કેસ

આ પણ વાંચો:CMની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો: તાઈવાનના મિસાઈલ વિકાસ અધિકારીનો હોટલમાંથી મળ્યો મૃતદેહ